ગાંધીધામ, તા. 21 : રાપરમાં આધેડ વેપારીના ખાતામાં
રૂા. એક જમા થયો હોવાનો મેસેજ કરી ઠગબાજોએ તેમનો મોબાઇલ હેક કરી તેમના ખાતામાંથી બારોબાર
રૂા. 77,335 ઉપાડી લીધા હતા. રાપરમાં અયોધ્યાપુરી
જૈન સોસાયટીમાં રહી કરિયાણાની હોલસેલની દુકાન ચલાવતા હરેશ દેવશી પારેખે બનાવ અંગે ફરિયાદ
નોંધાવી હતી. ભોગ બનનાર આધેડ ગત તા. 18/5ના રવિવારે પોતાના ઘરે હતા,
ત્યારે તેમના ખાતામાં રૂા. એક જમા થયો હોવાનો મેસેજ આવતાં તેમણે ગૂગલ
પે એકાઉન્ટ તપાસ કરતાં રૂપિયો ન આવ્યો હોવાનું જણાતાં તેમણે એપ્લીકેશન બંધ કરી નાખી
હતી, બાદમાં તેમના ખાતામાંથી જુદાં-જુદાં ટ્રાન્ઝેક્શન થકી રૂા.
77,335 બારોબાર ઉપાડી લેવાયા હોવાનું
બહાર આવ્યું હતું. તેમણે એપ્લીકેશન ખોલતાં મોબાઇલ હેંગ થઇ ગયો હતો. ફરિયાદીએ જે-તે
સમયે સાયબર હેલ્પલાઇનમાં અરજી કરી હતી જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.