• સોમવાર, 09 જૂન, 2025

ભુજના એપાર્ટમેન્ટની લોબીમાં જુગાર રમતા છ ખેલી પકડાયા

ભુજ, તા. 7 : શહેરના મહાવીર નગરમાં પ્રશાંત પાર્ક એપાર્ટમેન્ટ-2માં જુગાર રમતા છ ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. એ-ડિવિઝન પોલીસને બાતમી મળતાં આજે સાંજે દરોડો પાડી પ્રશાંતપાર્ક એપાર્ટમેન્ટ-2ના ચોથા માળની લોબીમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા પ્રેમબાબુ પ્રતાપબાબુ સોની, કુલેન્દ્ર રતન બીકે, રોશન લાલબહાદૂર કામી, ધર્મેશ પદમશી સોની (રહે. તમામ ભુજ) તથા નવીન કરણ સીજલી અને અમન માનબહાદૂર ખત્રી (રહે. બંને વર્ધમાનનગર-માધાપર)ને રોકડા રૂા. 14,600 તથા ચાર મોબાઈલ કિં. રૂા. 20,000 એમ કુલ રૂા. 34,600ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd