• ગુરુવાર, 01 મે, 2025

લાંચકેસમાં ખાવડા આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનિશિયન નિર્દોષ

ભુજ, તા. 27 : લોહીની ચકાસણી માટે ગેરકાયદે રૂા. 50ની લાંચ લેવાના વર્ષ 2018ના કેસમાં ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનિશિયન મહમદ રિયાઝ મહમદઈશા આલમનો નિર્દોષ છૂટકારો થયો છે. ગત તા. 3/12/18ના ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનિશિયન મહમદરિયાઝને એસીબીએ ગોઠવેલા છટકામાં પકડી ગુનો દાખલ કર્યો હતો. આ કેસ ભુજના સેશન્સ જજ એ.એલ. વ્યાસની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ જતાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા અદાલતે આદેશ કર્યો હતો. આરોપીના વકીલ તરીકે હેમસિંહ ચૌધરી, દીપક ઉકાણી, કુલદીપ મહેતા, ગણેશદાન ગઢવી, જિજ્ઞેશ લખતરિયા, દેવરાજ કે. ગઢવી, હેતલ દવે, નરેશ ચૌધરી અને પ્રશાંત રાજપૂત હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd