ભુજ : નોડે આદમ રમજુ (ઉ.વ. 55) તે નોડે કાસમ રમજુના ભાઇ,
નોડે ઇકબાલના પિતા, હમજા કાસમ નોડેના મોટાબાપા,
નોડે સલીમ બાપૂ (રસોયા), નોડે રફીક, નોડે મામદ સિદીક, નોડે સુમાર, નોડે
ઓસમાણ, નોડે હાસમના બનેવી, નોડે સિકંદર,
નોડે રબ્બઆનીના સસરા, નોડે વહાબ, નોડે કસવાના દાદા, નોડે નુરે મરિયમ, નોડે કબીર, નોડે મો. ઓનના નાના તા 14-10-2026ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત
તા. 16-10- 2026ના સવારે 9.30થી 10.30 ઇસાક મસ્જિદ, કેમ્પ એરિયા, ભુજ ખાતે.
ભુજ : કુંભાર શકીનાબાઈ (ઉ.વ. 53) તે જુણસ મામદ (અખાડાવાળા)ના
પત્ની, મ. હુશૈન, દાઉદ,
જાફર, મ. અબ્દુલ, ઇમરાનના
ભાભી, ફારૂક (બઉડો), અલ્તાફ (કારો),
ઇમ્તિયાઝ (ભૂરો)ના માતા, અદ્રેમાન (કારો પેન્ટર),
જુણસ, ગની, મ. યાકુબના બહેન
તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત
તા. 16-10-2026ના શુક્રવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, દાદુપીર રોડ, ભીડ નાકા બહાર, ભુજ
ખાતે.
ભુજ : હાજિયાણી ઝરીનાબાઇ જમાદાર (ઉ.વ. 70) તે મ. હાજી લ્યાકતઅલી હાજી
કાસમ જમાદાર (જી.ઇ.બી., પૂર્વ પ્રમુખ
ભુજ સિદ્દી જમાત)ના પત્ની, મ. હવાબાઇ હાજી કાસમના પુત્રવધૂ,
મ. હાજિયાણી શકીનાબેન હાજી રહેમતુલાના પુત્રી, ફૈઝલ (કોટક બેંક-ભુજ), શબીનાના માતા, નાઝનીન અને હાજી નાશિર (જિલ્લા પંચાયત)ના સાસુ, હાજી
અબ્દુલ ગફુર, અબ્દુલ લતીફ, હાજી મોહમ્મદ
જુણસ, હાજી મોહમદ શરીફ, મ. શેરબાનુ લોબી,
જમીલાબાનુ અ.રશીદના ભાભી, મ. હાજિયાણી તાહેરાબાનુ,
હાજિયાણી મેમુનાબેન (મહેંદીવાળા), હાજી ફઝલ (રાજ
ઓટો), હાજી મોહમદ રફીક (કોન્ટ્રાક્ટર)ના બહેન, રૂહિન અને રીઝાના નાની તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત / બેસણું તા. 16-10-2026ના શુક્રવારે સવારે 9થી 10 સિદ્દી સમાજવાડી, બાવાગોર ફળિયા, સેજવાલા માતમ, ભુજ
ખાતે.
ભુજ : હાજી હસન જુસબ કુરેશી (કમાગર) (બાબુભાઈ પેઈન્ટર) (ઉ.વ.
73) તે કુરેશી પીર હાજી કાસમ (કમાગર), હાજી સલીમ (કમાગર)ના મોટા ભાઇ, હાજી હુશૈન (કમાગર)ના પિતા, કુરેશી હાજી ઇબ્રાહિમ,
રફીક, જહાંગીર, જેનુલ આબેદીનના
મોટાબાપુ, કુરેશી ઝાકીર, મહંમદ લંગાયના
મામા, લંગાય ઉમર (માધાપર)ના સાળા, મ. ભટ્ટી
નઝીરઅલી મીઠુ, મ. ભટ્ટી રહેમતુલ્લા મીઠુ, મ. ભટ્ટી ફકીર મામદ મીઠુ (નાની ખાખર)ના બનેવી, લાહેજી
અખ્તર, મોહસીન, ચૌહાણ રહીમ (અંજાર)ના સસરા,
નોતિયાર દિલાવર, સમા દાઉદના મોટાબાપા સસરા તા.
13-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 15-10-2026ના ગુરુવારે સવારે 10થી 11 સિદી સમાજવાડી, બાવાગોર ફળિયા, ભુજ ખાતે.
આદિપુર : મૂળ ખેંગારપરના મંજુલાબેન વડગામા (ગઢવી) (ઉ.વ. 60) તે સ્વ. દિલીપભાઈ મ્યાજરભા
વડગામા (ગઢવી)ના પત્ની, સ્વ. જેન્તીભા,
રમેશભા, નિમુબેન, હરિભા,
મનુભાના ભાભી, ભિષ્મા, ધારા,
વિશાલના માતા, સ્વ. જીવરામભા લગધીરભા આલગાના પુત્રી,
સુરેશભા, અરવિંદભા, કાંતિભા,
જશોદાબેન, રમેશભાના બહેન, ભરતભા વિજલ, મનિષ ત્રિપાઠીના સાસુ, કાવ્યા, જીષનુના નાની તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-10-2026ના શુક્રવારે સાંજે 5થી 6 સોનલધામ, ગાંધીધામ
ખાતે.
અંજાર : ઠા. નટવરલાલ સોમેશ્વર (ઉ.વ. 71) તે સ્વ. વેલજી ઘેલાભાઈ સોમેશ્વર
(બોડા)ના પુત્ર, પુષ્પાબેનના પતિ, જિજ્ઞા જિજ્ઞેશભાઈ હર્ષ, શીના પ્રતિકભાઈ કેસરિયા (વાયોર),
બાદલના પિતા, સ્વ. લાલજી સામજી વોરાણી (સતાપર)ના
જમાઇ, નેહાબેનના સસરા, સ્વ. કાંતાબેન સોતા,
સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. નાનાલાલ, સ્વ. કંચનબેન પાદરાઇ, સ્વ. રસીલાબેન માણેક, સ્વ. જયાબેન સોનેતા, મુકતાબેન મુળિયા, ગં.સ્વ. અનુબેન રૂપારેલના ભાઈ, અરૂણભાઈ સોમેશ્વર (ટેક્સ
એડવોકેટ), બિપિનચંદ્ર, પ્રવીણભાઇ,
ગીતાબેન કોડરાણી, ભારતીબેન ઉદવાણી, દક્ષાબેનના કાકા, મીતાબેન, જાગૃતિબેન,
નિરાલીબેનના કાકાજી સસરા, નીલ, વંશ, મનના નાના તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
ભાઈઓ-બહેનોની પ્રાર્થનાસભા તા. 16-10-2026ના
શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજન વાડી, સવાસર નાકા, અંજાર ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : મહેશભાઈ શેઠિયા (ઉ.વ. 75) તે સ્વ. લીલવંતીબેન મધુસૂદનભાઈ
શેઠિયાના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ,
સ્વ. હસ્તાબેન જમનાદાસભાઈ ઠક્કર (ભુજ)ના જમાઈ, દેવચંદ ધરમશી શેઠિયાના પૌત્ર, હંસરાજ જીવનદાસ મિરાણી
(મુંબઈ)ના દોહિત્ર, સ્વ. વિજયભાઈ, જગદીશભાઈ,
મીરાંબેન દીપકભાઇ રૂપારેલ, સ્વ. કુસુમબેન યોગેનભાઈ
શ્રોફ (દીપાબેન)ના ભાઈ, સ્વ. દક્ષાબેન તથા સુધાબેનના દિયર,
રાજેન્દ્રભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, મહેશભાઈ, ધર્મિષ્ઠાબેન હરીશભાઈ મજેઠિયા, ત્રિલોચનાબેન સુરેશભાઈ ગણાત્રા, ઈલાબેનના બનેવી,
બિંદી દેવેન પલણ, નીપા પિનાક ગાંધીના માસા,
કાર્નિક, વામશી, યસ્વીના
નાના તા. 13-10-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 15-10-2026ના ગુરુવારે સાંજે 5થી 6 રાધા વલ્લભ પલણ મુંડનવાડી,
યોગેશ્વર નગર, અંજાર ખાતે. (લોકિક વ્યવહાર બંધ
છે.)
માંડવી : મૂળ જખૌના મીનાબેન તે ચંદનગર (ભરતગર) (જાગનાથ મહાદેવ
મંદિરના પૂજારી, શિક્ષક કે.ટી. શાહ પ્રાથમિક
શાળા)ના પત્ની, સ્વ. ગંગાબેન ખીમગરના પુત્રવધૂ, સ્વ. મણિબેન કિશોરગર (માનકૂવા હાલે ભુજ)ના પુત્રી, મંગળાબેન
હીરાગર, ગં.સ્વ. દમયંતીબેન અરાવિંદગરના દેરાણી, સ્વ. ઉમેદબેન શંકરગર, સ્વ. ઉર્મિલાબેન ગણેશગરના ભાભી,
કૃપાલી, વિશ્વા (પૂજા)ના માતા, જયગિરિ વિનોદગિરિ (અમદાવાદ)ના સાસુ, આશાબેન અનિલગર,
હીનાબેન નીલેશગર (અંતરજાળ), મનીષાબેન સચિનગર ( મુંબઈ), નીતાબેન
ઉપેનગર (ભુજ)ના કાકીજી સાસુ, ભૌતિકગર નીલેશગર, મૌલિક અનિલગરના દાદી, સ્વ. નીલેશગર, હર્ષિદાબેન પરેશભારથી (સેલવાસ), ભરતગરના બહેન,
ગં.સ્વ. જ્યોતિબેન, ભાવિકાબેન (ભુજ)ના નણંદ,
ભવાનગર દયાલગર (ભુજ)ના ભાણેજી, યથાર્થના નાની તા.
13-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 15-10-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે.
માંડવી : નારેજા હવાબાઈ સુલેમાન (ગઈધર) (ઉ.વ. 82) તે મ. સુલેમાન ગઈધરના પત્ની, નારેજા નૂરમામદ (મેડિકલવાળા)ના માતા તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 17-10-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 હાલા ફળિયા મસ્જિદ, માંડવી ખાતે.
માનકૂવા (તા. ભુજ) : રાજેશ મનજી હિરાણી (ઉ.વ. 51) તે સ્વ. હીરબાઇ મનજી સામજી
હિરાણીના પુત્ર, સાવન, અક્ષીના પિતા, રમીલાબેનના પતિ, રમાબેન લાલજી નારદાની (લંડન), સ્વ. જશુબેન રામજી પિંડોરિયા
(માનકૂવા), કસ્તૂરબેન મહેશ કેરાઇ (અમેરિકા), અરવિંદ (અશ્વિન)ના ભાઇ તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-10-2026ના શુક્રવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર, જૂનાવાસ, બહેનો માટે નિવાસસ્થાન
જૂનાવાસ, માનકૂવા ખાતે.
કુકમા (તા. ભુજ) : કચ્છ ગુર્જર ક્ષત્રિય ચંદુલાલભાઇ (ઉ.વ. 74) (ચૌહાણ કુળદેવીના પૂજારી તથા
સોનલ સ્ટોરવાળા) તે સ્વ. ગોદાવરીબેન કરસન કલ્યાણના પુત્ર, પ્રભુલાલ, સ્વ. રતિલાલ,
સ્વ. પરસોત્તમ, સ્વ. જશવંતીબેન, સ્વ. પાર્વતીબેન, સ્વ. કસ્તૂરબેનના ભાઇ, રાજ અને સોનલના પિતા, કપિલ અને નીકિતાના સસરા,
રામજી દેવજી પરમારના જમાઇ તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 15-10-2026ના ગુરુવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન વચલી શેરી, કુકમાથી નીકળશે.
ધાણેટી (તા. ભુજ) : રવાભાઈ કારાભાઈ ઢીલા (ઉ.વ. 63) (એક્સ આર્મીમેન) તે જમણાબેનના
પતિ, સ્વ. ગોપાલભાઈ કારાભાઈ ઢીલાના ભાઈ, વાઘજીભાઈ ઢીલા, ભરતભાઇ ઢીલાના પિતા, વિકાસભાઈ ગોપાલભાઈ ઢીલાના કાકા, શૈલેષ ભરતભાઇ ઢીલાના
દાદા તા. 13-10-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને ધાણેટી ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : હીરાલાલ શિવજી માવાણી (ઉ.વ. 56) તે સ્વ. કેસરબેન શિવજીભાઈ માવાણીના
પુત્ર, દક્ષાબેનના પતિ, અપેક્ષા
દિશાંત દીવાની (લુડવા હાલે મુંબઈ),
રુદ્રના પિતા, સવિતાબેન નારણભાઇ પોકાર (રવિપુરા
કંપા), અરાવિંદભાઈ, મણિલાલભાઈ, જેન્તીભાઇના ભાઈ, પાર્વતીબેન રતનશીભાઇ ભીમાણી (કલ્યાણપર)ના
જમાઈ તા. 14-10-2026ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 15-10-2026ના સવારે 10:30 વાગ્યે નિવાસસ્થાન
ઓધવરામ નગર, વાંઢાય રોડથી નીકળશે.
દહીંસરા (તા. ભુજ) : નારાણ વેલજી કારા (ઉ.વ. 63) તે લાલબાઇના પતિ, પ્રવીણ, હરેશ,
કસ્તૂર, જયશ્રીના પિતા, ભરત
આસાણી, કલ્પેશ હાલાઇ, શિલ્પાબેન,
મીનાક્ષીબેનના સસરા, ક્રિયન, યશ્વી, ચાંદ, જિયાના દાદા તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 15-10-2026ના ગુરુવારે સવારે 7.15થી 8.15 ભાઇઓ-બહેનોનું સાથે નિવાસસ્થાન
દહીંસરા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : સાટી રમજુ કાસમ (ઉ.વ. 60) તે મજીદના પિતા, ઈબ્રાહિમ (મોટી રાયણ)ના ભાઈ, અયુબ લધા (મોટી રાયણ)ના સાળા, ઈબ્રાહિમ અલીમોહમદ,
જુસબ, હુસેન (સાંધાણ)ના બનેવી, અબ્દુલ, સિધિક અને હુસેન (તુંબડી)ના ફઆઈ ભાઈ તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-10-2026ના શુક્રવારે સવારે 10થી 11 હાજી હાસમશાહ પીર જમાતખાના,
ઉગમણા નાકા, ગઢશીશા ખાતે.
નારાણપર (રોહા) (તા. નખત્રાણા) : રેખાબેન જિજ્ઞેશભાઇ જેપાર
(ઉ.વ. 28) તે જિજ્ઞેશભાઇના પત્ની, ટોપણભાઇ મંગા જેપાર, ભારૂભાઇ
મંગા, સ્વ. પરબતભાઇ મંગા, મેઘજીભાઇ મનુ,
ભગત જેઠાભાઇ પૂંજા, ભોપા કાનજી પૂંજા (રવાપર),
બુધુભાઇ મુરા (નરેડી), થાવરભાઇ મનુ જેપાર (બિટા)ના
પુત્રવધૂ, લખીબેન અને કરમશી મેઘજી સીજુ (રસલિયા)ના પુત્રી,
કીર્તિ, જાગૃતિ, રિયાન્સી,
ક્રિષ્નાના માતા તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 16-10-2026 શુક્રવારે સાંજે આગરી અને ઘડાઢોળ
પાણી તા. 17-10-2026 શનિવારે સવારે નિવાસસ્થાન નારાણપર
(રોહા) ખાતે.
ભુજપર (તા. ભચાઉ) : દમયંતીબેન ગુંસાઇ (ઉ.વ. 65) તે સ્વ. રામબાઇ વેલગરના પુત્રવધૂ, સ્વ. જ્ઞાનગરના પત્ની, જમણાબેન ભગવાનગર, સાવિત્રીબેન ન્યાલગરના દેરાણી,
સરસ્વતીબેન જયરામગરના જેઠાણી, પ્રેમબેન વાલગર,
મણિબેન વિશ્રામગરના ભાભી, સ્વ. ભરતગર, નરેન્દ્રગર, સુરેશગર, શીતલબેન,
શિલ્પાબેનના માતા, રેખાબેન, ઉર્મિલાબેન, લક્ષ્મીબેન, અશ્વિનગર,
મહેશગરના સાસુ, મહેક, નિરાલી,
વેદ, શ્રેયાંશીના દાદી, રમેશગર,
પ્રવીણગર, નરશીગર, હરેશગર,
દીપકગર, ભાવેશગરના કાકી, ધર્મેન્દ્રગરના મોટીમા, મણિબેન ચતુરગર (ભવાનીપર)ના પુત્રી,
નવીનગર, સુભાષગર, ભગવતીબેન
વિક્રમગર, હંસાબેન ગોપાલગરના મોટા બહેન, સ્વ. દયાબેન, રસીલાબેનના નણંદ, સંજયગિરિ, વિશાલગિરિ, દીપગિરિના
ફઇ તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 16-10-2026ના શુક્રવારે સવારે 10થી 5 નિવાસસ્થાને.
આધોઇ (તા. ભચાઉ) : વાઘેલા ઉગમશી બાવાભાઇ (ઉ.વ. 50) તે ગીતાબેનના પતિ, પ્રેમજીભાઇ, શામજીભાઇ,
રમેશભાઇ, વિસનજીભાઇના ભાઇ, સચિન, રોહિત, દક્ષાના પિતા,
કરશનભાઇના ભત્રીજા તા. 14-10-2026ના અવસાન પામ્યા છે. લોકાચાર તા. 16-10-2026ના શુક્રવારે સવારે, જાગપાટ સાંજે નિવાસસ્થાન વાઘેલાવાસ,
જૂના ગામતળ, આધોઇ ખાતે.
મુંબઇ : મૂળ ઓથા નિવાસી ગં.સ્વ. તારાબેન ચત્રભુજ પારેખ (ઉ.વ.
93) તે બાબુભાઈ નાનજીભાઈ શેઠના
પુત્રી, ભરત, ધનેશ, પ્રતિભા શરદ દોશી, આશા જયેશ પારેખના માતા, હર્ષા, ટહુકાના સાસુ, ગુલાબબેન,
કાંતાબેન, પુષ્પાબેન, બટુકભાઈ,
મનહરભાઈ, અનંતભાઈના બહેન, દીપના દાદી, પરસોત્તમભાઈ, ધીરૂભાઈ,
પોપટભાઈ, શામળદાસભાઈ વિજયાબેન, કાંતાબેનના ભાભી તા. 13-10-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)