• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ઝિમ્બાબ્વે સામે ભારતની ઐતિહાસિક ટી-20 શ્રેણીનો આજથી આરંભ

રાયપુર, તા.15 : સ્મૃતિ મંધાના ટીમની કાયમી સુકાની બન્યા બાદ ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત મેદાન પર ઉતરવા સજ્જ થઈ છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીનો પ્રારંભ 16 ઓક્ટોબરથી રાયપુરના શહીદ વીર નારાયણાસિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે થશે. મહિલા ક્રિકેટના ઈતિહાસમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેનો આ સર્વપ્રથમ આમને-સામનેનો મુકાબલો હશે.  ભારતે ગયા મહિને દુબઈમાં એશિયા કપની ટ્રોફી જીતી હતી, ત્યારબાદ જાપાન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યો હતો. આ બન્ને ખિતાબી મુકાબલાઓમાં ભારતે શ્રીલંકાને ધૂળ ચટાડીને એશિયન ક્રિકેટ પર પોતાનો દબદબો સાબિત કર્યો હતો, હવે ઘરઆંગણે આ વિજયી લય જાળવી રાખવાનો મંધાના બ્રિગેડનો મુખ્ય ઉદ્દેશ રહેશે. મેચ સાંજે 7 વાગ્યે રમાશે. ટી-20 શ્રેણી  (સ્થળ: રાયપુર, સમય : સાંજે 7 વાગ્યે) - પ્રથમ ટી-20 : 16 ઓક્ટોબર, (શુક્રવાર) -   બીજી ટી-20 : 18 ઓક્ટોબર, (રવિવાર) -  ત્રીજી ટી-20 : 20 ઓક્ટોબર,  (મંગળવાર) વન-ડે શ્રેણી  (સ્થળ: વડોદરા, સમય: બપોરે 2 વાગ્યે) -   પ્રથમ વન-ડે : 23 ઓક્ટોબર, (શુક્રવાર) -  બીજી વન-ડે : 25 ઓક્ટોબર, (રવિવાર) -  ત્રીજી વન-ડે : 28 ઓક્ટોબર (બુધવાર) 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd