• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

મોડવદર-જવાહરનગર બ્રિજ વચ્ચે ટ્રકે હડફેટમાં લેતાં સુપરવાઈઝરનું મોત

ગાંધીધામ, તા. 15 : મોડવદરદ તથા જવાહરનગર બ્રિજ વચ્ચે માર્ગની સફાઈ કરાવતા સુપરવાઈઝર ઉગમશી બાવાભાઈ વાઘેલાને ટ્રકે હડફેટમાં લેતાં તેમનું મોત થયું હતું. બીજી બાજુ પડાણા નજીક ટ્રકે બાઈકને હડફેટમાં લેતાં આમદ મામદ વીરાએ છેલ્લા શ્વાસ લીધા હતા. સામખિયાળી ટોલપ્લાઝામાં સિવિલ સુપરવાઈઝર તરીકે કામ કરનાર ઉગમશીભાઈ ગત તા. 14/10ના સવારે મોડવદર-જવાહરનગર બ્રિજ વચ્ચે સફાઈનું કામ કરાવી રહ્યા હતા. આ કર્મચારીએ માર્ગ પર સુરક્ષા રાખી સ્લો લેનમાં સફાઈ કરાવી રહ્યા હતા ત્યારે ગાંધીધામ બાજુથી આવતી ટ્રક નંબર જીજે-12-બીવાય-8357એ આ કર્મીને હડફેટમાં લઈ બોલેરોમાં ટ્રક ભટકાવી હતી જેમાં ઘવાયેલા સુપરવાઈઝરને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ટ્રકચાલક સામે રમેશ બાવાભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી. બીજો બનાવ પડાણા નજીક રામાપીરના મંદિર પાસે બન્યો હતો. આમદ વીરા બાઈક નંબર જીજે-39-એ-3756 લઈને મોટી ચીરઈ બાજુ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ટ્રક નં. જીજે-18-વાયવાય-9334એ ઓવરટેક કરવા જતાં બાઈકને હડફેટે લીધી હતી જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતાં ચાલકનું મોત થયું હતું. ગત તા.30-9ના બનેલા આ બનાવ અંગે કરીમ મામદ વીરાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd