ભુજ : પાલીવાડ (બ્રાહ્મણ) મધુસૂદન જોશી (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર)
(ઉ.વ. 75) તે સ્વ. દમયંતીબેન દામોદર જોશી
(નખત્રાણા)ના પુત્ર, નિર્મળાબેનના પતિ, અમિત તથા પૂનમબેનના પિતા, જિજ્ઞાબેન, વિશાલભાઇ લાટીવાળા (આદિપુર)ના સસરા, સ્વ. નારાણજી (વિરાણી),
નવીનભાઇ (માનકૂવા), નરેન્દ્રભાઇ (નખત્રાણા),
બિપિનભાઇ (રાજકોટ), કસ્તૂરબેન (નખત્રાણા),
તારાબેન (મેઘપર)ના ભાઇ, સ્વ. લક્ષ્મીબેન (વિરાણી)ના
દિયર, રસીલાબેન, માયાબેનના જેઠ,
ધ્રુવી, પ્રિન્સના દાદા, મૈત્રી, વિભવના નાના, સ્વ. દયાશંકર
પ્રેમજી જોશી (મેઘપર)ના જમાઇ, શંકરલાલ (મેઘપર), કાંતિલાલ (લાખોંદ), હર્ષદભાઇ (મેઘપર)ના બનેવી,
સ્વ. માવજી મોરારજી પેથાણી (રાજગોર) (મોટી ખાખર હાલે ભુજ)ના વેવાઇ તા.
30-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 1-8-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 શક્તિધામ, ભુજ-માંડવી રોડ, ભુજ ખાતે.
ભુજ : મેમણ હાજિયાણી કુલસુમબેન યુનુસ (ઇશાણી) (ઉ.વ. 75) તે હાજી હનીફ, હાજી સાજીદ (મેમણ પાન હાઉસ), હસીનાના માતા, મો. ફયાઝ અમીનભાઇના સાસુ, મ. અલીમહંમદ, મ. કાસમ, મ. આદમ
(કરાચી), ફાતમાબેન હાજી ઇબ્રાહિમ, અબ્દુલશકુરના
ભાભી, આફતાબ, ફૈસલ, અલીરજાના દાદી તા. 30-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત ભાઇઓ તથા બહેનો માટે તા. 2-8-2025ના શનિવારે સવારે 9.30થી 10.30 કચ્છી મેમણ જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : શિવજીભાઇ નારણભાઇ પરમાર (દેવીપૂજક) (ઉ.વ. 48) તે નારણભાઇ દામજીભાઇ પરમાર, શાંતાબેનના પુત્ર, કાન્તાબેનના
પતિ, જેન્તીભાઇ, જિગરભાઇ, ગીતાબેન, ઉષાબેન, નિશાબેન,
રસીલાબેનના પિતા, આરવના દાદા, આનંદભાઇ (મુનો), ભારતીબેન જેન્તીભાઇના સસરા, કાન્તાબેન દયારામભાઇના ભાઇ, બાબુભાઇ ખીમજી તથા ખીમીબેનના
જમાઇ, અમૃતલાલ વાઘેલ, દેવજીભાઇ વાઘેલના
બનેવી તા. 29-7-2025ના
અવસાન પામ્યા છે. પાણીવાર તા 31-7-2025ના
નિવાસસ્થાન બાલાજી હનુમાન, જૂની રાવલવાડી,
ભુજ ખાતે.
આદિપુર : મૂળ મોટી સિંધોડીના ગઢવી દેવરાજભાઇ કરસનભાઇ વારિયા
(ઉ.વ. 56) તે પુનશ્રીબેનના પતિ, રતન, લાછબાઇ, રામઇબેન ખેરાજ નાથાણીના ભાઇ, શીતલબેન રણમલ વિધાણી,
પરમેશ્વરીબેન આશારિયા વિધાણી (મોટા ભાડિયા), આનંદ,
રામના પિતા તા. 30-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા (પાણી)
તા. 10-8-2025ના રવિવારે સવારે 11 વાગ્યે વોર્ડ 1/એ, સેવાકુંજ, બારોટ વાડી, સોનલધામ,
ગઢવી ચારણ સમાજવાડીની બાજુમાં, આદિપુર ખાતે.
અંજાર : મધુસૂદન વિરજી દૈયા (ઉ.વ. 81) (હીરજી તેજપાર એન્ડ સન્સ, ગણેશ કાટલું-અંજારવાળા) તે પ્રતિમાબેનના પતિ, દેવકાબેન
વિરજી ત્રિકમજી દૈયાના પુત્ર, શાંતાબેન પ્રતાપભાઈ ઠક્કર (ગાંધીધામ)ના
ભાઈ, મોહનલાલ ઓધવજી નરશી (અમૃતસરવાળા)ના જમાઈ, હરિરામ ઈબીજી પલણના દોહિત્ર, અમરીશ, કમલેશ, ડો. ભારતીના પિતા, નીતા,
મિત્તલ, પ્રતીકભાઈ દવે (બરોડા)ના સસરા,
નિવેદિતા, ધ્વનિ, ચિન્મય,
સ્વ. શુભમના દાદા, ભૂમિના નાના, અનિલ, કનૈયા (રાધિકા જ્વેલર્સ-ગાંધીધામ), પ્રીતિબેન (ભુજ)ના મામા, સ્વ. પ્રવીણભાઈ, જયાબેન, વિનોદભાઈ, પુષ્પકાંતભાઈ,
સંધ્યાબહેન, પ્રદીપભાઈના બનેવી તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 31-7-2025ના
સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજવાડી, ટાઉનહોલ પાસે, અંજાર ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે)
અંજાર : કાપડી મૂળજીભાઇ તે સ્વ. લક્ષ્મીબેન આશારામ કાપડીના પુત્ર, શાંતાબેનના પતિ, કાપડી
મણિરામભાઇ, સ્વ. દયારામભાઇ, સ્વ. કાનજીભાઇ,
ડો. હરિરામભાઇના ભાઇ, અમિત, સંજય, ક્રિષ્નાબેન, યશોદાબેનના
પિતા, નાયરા, માહિરના દાદા, કનૈયાલાલ નટવરદાસ અને દેવરામ પુરસોત્તમના સસરા, સ્વ.
દીપકભાઇ, મનોજભાઇ, ભાવેશ, કિશોર, યોગેશ, કુલદીપ, વિમલના કાકા તા. 30-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-8-2025ના શુક્રવારે સાંજે 4થી 5 કાપડી સાધુ
સમાજવાડી, અંજાર ખાતે. પૂજનવિધિ તા. 10-8-2025ના રવિવારે નિવાસસ્થાને.
માંડવી : હરેશભાઈ વેલજી પરમાર (ઉ.વ. 70) તે ગં.સ્વ. રતનબેન વેલજી પરમારન
પુત્ર, ઉષાબેનના પતિ, સ્વ. પ્રભાબેન
જયશંકર પરમાર, સ્વ. કાંતાબેન કરસનદાસ સોલંકી (ભુજ), સ્વ. ચંદ્રિકાબેન ડાહ્યાલાલ પરમાર (ભુજ), ગં.સ્વ. રંજનબેન
પ્રતાપભાઈ ચાવડા (વલસાડ), સ્વ. દિનેશભાઈ (એચ.વી. સાઉન્ડ), વિનોદભાઈ (સેમસન્સ)ના ભાઈ,
ગં.સ્વ. કલાવંતીબેન અને શોભનાબેનન દિયર, વિશાલ
અને લવેશના પિતા, દીપક, જયદીપ, મિત, મિનલ નીલેશભાઈ પીઠડ (ભુજ), હેમાલી પરેશભાઈ પીઠડ (ભુજ), વીણા જયેશભાઈ સોલંકી (સુખપર),
ડોના ચિંતનભાઈ મોઢ (કોડાય)ના કાકા, નિરાલીબેન અને
વૈશાલીબેનના સસરા, જાગૃતિબેન, વંદનાબેન,
મયૂરીબેનના કાકાજી સસરા, વત્સલ, કશ્યપ, પાર્થ, સ્નેહા, રીચા, રુચિના દાદા, નેહલના દાદાજી
સસરા, ગં.સ્વ. શારદાબેન સામજીભાઈ ચાવડા (ખેડોઈ હાલે માધાપર)ના
જમાઈ, ભાવિકાબેન, રંજનબેન, જ્યોતિબેન, વિમલબેનના બનેવી તા. 30-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 1-8-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 જૈનપુરી,
આઝાદ ચોક, માંડવી ખાતે.
માંડવી : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ ગં.સ્વ. સુધાબેન (પૂર્વ
શિક્ષિકા, એસ.કે.આર.એમ. ઇંગ્લિશ સ્કૂલ-માંડવી) (ઉ.વ. 76) તે સ્વ. કિશોરભાઇ ખરાશંકર ઓઝાના
પત્ની તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 31-7-2025ના ગુરુવારે સાંજે 5થી 6 સત્સંગ આશ્રમ, તળાવ પાસે, માંડવી ખાતે.
મેઘપર કુંભારડી (તા. અંજાર) : મૂળ બળદિયાના હાલે આદિપુર મેઘજીભાઈ
હીરજીભાઈ મકવાણા (ઉ.વ. 65) તે નરશી, શંભુ અને હરેશના મોટાભાઈ, પ્રવીણ, ચંદ્રિકા, નરેશ,
નિર્મલાના પિતા, લક્ષીબેનના પતિ, હમીરભાઇ ડાયાલાલ, બાલુભાઈ ડાયાલાલના બનેવી અવસાન પામ્યા છે. ઉતરક્રિયા તા. 1-8-2025ના આગરી અને તા. 2-8-2025ના ઘડાઢોળ નિવાસસ્થાને મેઘમાયા
સોસાયટી પ્લોટ નં. 75, મેઘપર કુંભારડી
ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : કુંભાર હાજરાબાઇ મુસા (ઉ.વ. 85) તે મ. મુસા જુસબના પત્ની, કાસમ, આધમ, મ. હુશેનના માતા, મ. હાજી ફકીરમામદ ઓસમાણ, મ. ઇશાક ઓસમાણ, હાસમ ઓસમાણ, અલીમામદ
ઓસમાણના કાકી, ઇશાક (મિરજાપર), અબ્દુલ્લા
(આમારા), અલીમામદ (રતડિયા)ના સાસુ, મ. અબ્દુલ્લા
ઓસમાણ, મ. સુલેમાન ઓસમાણ, અલીમામદ ઓસમાણ,
હાસમ ઓસમાણ (ઘડાણી)ના બહેન તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા 2-8-2025ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને મફતનગર, ઘડાણી રોડ, રવાપર ખાતે.
ટોડિયા (તા. નખત્રાણા) : જાડેજા શિવુભા ગાભુભા (ઉ.વ. 66) તે જાડેજા પાંચુભા ગાભુભાના
ભાઇ, ભચુભા, સ્વ. પ્રેમસિંહ,
ચતુરસિંહ, દશરથસિંહ, રવિરાજસિંહના
પિતા, સ્વ. બુધુભા ભોજરાજજી, સ્વ. કાનજી
ભોજરાજજી, સ્વ. નાનુભા ભોજરાજજી, ખેંગારજી
ભોજરાજજી, સામતજી નાથુભાના ભત્રીજા, સતુભા,
બાલુભા, સુરુભા, વજુભા ખેતુભાના
પિતરાઇ ભાઇ, શંકરસિંહ, હિતેન્દ્રસિંહ,
ભવ્યરાજસિંહના મોટાબાપુ, અર્જુનસિંહ, જયદીપસિંહ, રુદ્રસિંહ, વંશરાજસિંહ,
સૂર્યરાજસિંહ, લક્ષ્યરાજસિંહના દાદા તા. 30-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન મોમાયનગર ખાતે.
દેવીસર (તા. નખત્રાણા) : કડવા પાટીદાર મનજીભાઇ શિવજી (ઉ.વ. 80) તે રતનબેનના પતિ, ચંદ્રિકાબેન (વિરાણી), ગોપાલભાઇ, કમલેશભાઇના પિતા, લીલાબેન,
પ્રીતિબેનના સસરા, મનાલીબેન, ભૂમિકાબેન, જય, હેત્વી,
ધૈર્યના દાદા, સ્વ. નરશીભાઇ, અખઇના ભાઇ, સ્વ. ખીમજી જીવરાજ (મુંબઇ), બાબુભાઇ નારાણ (ભુજ), ભરતભાઇ, મોહનભાઇ,
ગોવિંદભાઇ, રમેશભાઇના કાકા તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 1-8-2025ના શુક્રવારે સવારે 8થી 11 કડવા પાટીદાર સનાતન સમાજવાડી,
દેવીસર ખાતે.
કોઠારા (તા. અબડાસા) : સિદ્દીકી હાજી અનવારૂલ હક (ઉ.વ. 72) તે હાજી ઇર્શાદ (મેડિકલ સ્ટોર)ના
પિતા, નોમાનના દાદા તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 31-7-2025ના ગુરુવારે 10.30થી 11.30 કાદુવાલી મસ્જિદ, કોઠારા ખાતે.
મૌવાણા (તા. રાપર) : દયાલભારથી નરસંગભારથી (ઉ.વ. 70) તે લાડુબેન નરસંગભારથીના પુત્ર, વસંતીબેનના પતિ, આણદપુરી
કેશવપુરી (દેશલપર)ના જમાઇ, રમેશભારથી, મહેશભારથી,
સ્વ. નીલાવંતીબેનના પિતા, છાયાબેન, ચેતનાબેનના સસરા, પચાણભારથી, આનંદભારથી,
સ્વ. અમૃતબેનના ભાઇ, સુશીલાબેન, પુષ્પાબેનના મોટાબાપુ, નટવરભારથી, સુરેશભારથી, દક્ષાબેન, ભાવનાબેનના
કાકા, ક્રિશભારથી, ધ્રુવી, જીયા, જૈની, યક્ષના દાદા તા. 29-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
તા. 31-7-2025ના ગુરુવારે, શંખઢોળ તા. 4-8-2025ના સોમવારે નિવાસસ્થાન મૌવાણા
(તા. રાપર) ખાતે.
રાજકોટ : ભહેશભાઇ ભટ્ટ (ઉ.વ. 44) તે જયસુખલાલ અમૃતલાલ ભટ્ટના
પુત્ર, જયેન્દ્રભાઇના ભત્રીજા, મેહુલભાઇ, ગૌરાંગભાઇ, નિકુંજભાઇના
મોટાભાઇ તા. 29-7-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 31-7-2025ના
ગુરુવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન બજરંગ વાડી, શેરી નં. 14, હિંગળાજ કૃપા, રાજકોટ ખાતે.
રાજકોટ : મમતાબેન નરેન્દ્ર રાજાણી (ઉ.વ. 60) તે અમરશી ભાયાણી અને રાજેશકુમાર
ભાયાણીના બહેન, રમણીકભાઇ જયંતીભાઇ આહ્યાના
ભાણેજ તા. 28-7-2025ના
સુરત ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 1-8-2025ના શુક્રવારે સાંજે 4થી 5 સિદ્ધનાથ
મહાદેવ, રામપાર્ક મેઇન રોડ, યુનિવર્સિટી
રોડ, રાજકોટ ખાતે.