• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ જાટાવાડાના છગનલાલ સ્વરૂપચંદ પારેખ (ઉ.વ. 90) (પારેખ બ્રધર્સ-ભુજ) તે સ્વ. ભચીબેન સ્વરૂપચંદ દામજી પારેખના પુત્ર, કમલાબેનના પતિ, સ્વ. ધનજીભાઇ, સ્વ. ઝવેરભાઇ, સ્વ. મણિબેનના ભાઇ, જયંતીભાઇ, ગિરીશભાઇ, દિનેશભાઇ, અંજનાબેનના પિતા, પ.પૂ. સદ્ગુણાબાઇ મહાસતીજીના સાંસારિક પિતા, સ્વ. મોહનભાઇ, માધવજીભાઇ, જયસુખભાઇ, સરોજબેન, નયનાબેનના કાકા, ભાગ્યવંતીબેન, પુષ્પાબેન, પુષ્પાબેન, ચંદ્રકાન્ત અમૃતલાલ વોરાના સસરા, મણિલાલ રાજપાર ખંડોર (ફતેહગઢ)ના જમાઇ, ધવલ, ધર્મેશ, સિદ્ધાર્થ, રોનક, હર્ષિલ, દીપા, ધારા, સોના, રિદ્ધિના દાદા, રિતિશ, મહિમાના નાના, જાગૃતિ, ફોરમ, ચાર્મી, સિદ્ધિ, હસ્તીના દાદાજી સસરા, ધાર્મી, દિયાન, રીવા, મહેક, આહના, ફ્રેયાના પરદાદા તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-2025ના સોમવારે સાંજે 5થી 6 વાગડ બે ચોવીસી સંકુલ, આર.ટી.ઓ. ખાતે.

ભુજ : ગં.સ્વ. તારાબેન મનજી ચોથાણી (ઉ.વ. 88) તે સ્વ. મનજી કાનજી ચોથાણીના પત્ની, દિલીપ, જયંત, અનીષ, તરૂણા, બીનાના માતા  તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 28-7-2025ના સોમવારે સવારે 9 કલાકે અનીષ મનજી ઠક્કર, 4-મણિભદ્ર સોસાયટી, ત્રિમંદિરની પાછળ, ભુજથી લોહાણા સ્મશાન જશે.

ગાંધીધામ : મૂળ ભીમાસર (તા. રાપર)ના મટુબેન જેઠાલાલ કારિયા (ઉ.વ. 92) તે સ્વ. જેઠાલાલ રામજી કારિયાના પત્ની, સ્વ. વાલજીભાઇ, સ્વ. ગોવિંદભાઇ, સ્વ. જીવરાજ (મુંબઇ)ના ભાભી, સ્વ. અમીચંદ ગણેશભાઇ મજીઠિયાના પુત્રી, સ્વ. પરસોત્તમભાઇ, સ્વ. પ્રવીણભાઇ, મોહનભાઇના બહેન, બળદેવભાઇ, ઇશ્વરભાઇ, જયાબેન, હીરાબેન, દમયંતીબેન, જ્યોતિબેન, સરોજબેનના માતા, જયદીપ, ભાવિન, ભાવેશ, અનિતા, આશાના દાદી, સાવિત્રીબેન, શારદાબેન, સ્વ. મોહનભાઇ ડોસાલાલ રતાણી, કાંતિલાલ તલકશી ચંદે, સ્વ. પ્રતાપભાઇ ભવાનજી ચંદે, ભૂપેન્દ્રભાઇ બાબુલાલ કાથરાણી, સુરેશકુમાર ડાયાલાલ રૈયાના સાસુ તા. 26-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-7-2025ના સોમવારે સાંજે 4થી 5 નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે. (દશો રાખેલ નથી.)

ગાંધીધામ : મૂળ ફતેહગઢના મણિબેન કાનજીભાઈ સંઘવી (ઉ.વ. 97) તે ડો. વસંતભાઈ, ભોગીલાલભાઈ, નરેન્દ્રભાઇ (રિટા. બી.ઓ.આઇ.), ઝુમખલાલ (રિટા. બી.ઓ.બી.), મોહનલાલ (રિટા. કે.પી.ટી.), મહેશભાઈ (ગવ. એપ્રુવ્ડ વેલ્યુઅર), રસિકભાઈ (ગૌતમ ઇન્વેસ્ટમેન્ટ), સ્વ. તારાબેન મોરબિયાના માતા, સાધ્વી મંગલયશાજીના સંસાર પક્ષીય માતા, સ્વ. કમલાબેન, સ્વ. ધનવંતીબેન, પ્રેમલતાબેન, કુસુમબેન, પ્રવીણાબેન, ગીતાબેન, મંજુબેન, પ્રીતિબેન, મોરબિયા રવિલાલ સેજપારના સાસુ, ફાલ્ગુન, મિનાક્ષી અરાવિંદકુમાર મહેતા, પ્રિયંક (એમ.બી.એ.), મોનિક (એમ.બી.એ.), ડો. કપિલ (બીડીએસ), શ્રુતિ ભાવિકકુમાર શાહ (એમ.બી.એ.), હેમાલી ચિરાગકુમાર શાહ (બી.એસસી.), ખુશ્બૂ, બિન્જલ, રિદ્ધિ હાર્દિકકુમાર શાહ (એમ.બી.એ.), કોમલ લોકિનકુમાર મહેતા (એમ.કોમ.), રૂતુ કાર્તિકકુમાર દોશી, રાજ, એઆર જેકિન (બી.આર્ક.), ડો. લબ્ધિ મહર્ષિકુમાર રાવલ (એમ.ડી.), રિમા નીરવકુમાર દોશી (બી. ડિઝાઇન), વત્સલ (બી.ઇ. એઆઇ સ્ટાર્ટઅપ)ના દાદી, નિધિ ફાલ્ગુન સંઘવી, ફોરમ કપિલ સંઘવી (એમ.બી.એ.), દેવયાની રાજ સંઘવી (એમ.કોમ.), અપેક્ષા જેકિન સંઘવીના દાદીસાસુ, હર્ષાબેન ચંદ્રકાન્ત દોશી, શિલ્પાબેન બિપીનકુમાર શાહ, નિખિલ રવિલાલ મોરબિયા, વિભાબેન રાજેશકુમાર ખંડોર, દર્શન રવિલાલ મોરબિયા, ભાવના મનોજકુમાર ગાંધીના નાની, માન્યા, નવ્યા, ધિયાન, કાવ્યા, બ્રિયાનાના પરદાદી તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-2025ના સાંજે 4.30થી 5.30 સાધુ વાસવાણી સ્કૂલ, લીલાશાહ નગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : વિષ્ણુ ઇશરદાસ નાગરાની (ઉ.વ. 65) તે ગાવિંદ   નાગરાની (નિવૃત્ત રેલવે), સ્વ. સુરેશ, સ્વ. પાર્વતી નિહાલાની, પુષ્પા પરિયાની, આશા ખતવાની, હેમા એન્થોનીના ભાઈ, અમિત નાગરાની, વિક્રમ નાગરાનીગીતા છાબરા, રેશમા ચેલવાની, આશી અહીલાની, સિમરન નાગરાનીના કાકા તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. પાઘડી/પ્રાર્થનાસભા તા. 28-7-2025ના સોમવારે સાંજે 6 કલાકે ઝૂલેલાલ મંદિર, શિવ હોટલ પાસે, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : પ્રજ્ઞા ભરત પટેલ (ઉ.વ. 54) તે ભરત રતિલાલ પટેલ (ડીપીએ)ના પત્ની, લવ (યુએસએ), પલ શ્રવણકુમાર (યુએસએ)ના માતા, ગં.સ્વ. ચંદ્રાબેન રતિલાલ પટેલના પુત્રવધૂ, શાંતાબેન રમણલાલ પટેલ (ચાણસ્મા)ના પુત્રી, જગદીશભાઈના નાના ભાઈના પત્ની, કૈલાસબેન પ્રકાશકુમાર (યુએસએ) તથા રાજેશભાઈના ભાભી, શર્મિષ્ઠા જગદીશભાઈના દેરાણી, ગાયત્રી રાજેશકુમારના જેઠાણી, નીરવ, વરુણ (યુએસએ), મીત, ધ્રુવીલના કાકી, પૂજા નીરવ, પૂર્વા વરુણના કાકીજી સાસુ તા. 26-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-7-2025ના સોમવારે સાંજે 5થી 6 પંડિત દીનદયાલ હોલ, ગુરુકુળ રાજહંસ સિનેમા પાસે, ગાંધીધામ ખાતે.

અંજાર : શ્રીમાળી સોની ઇન્દિરાબેન (ઉ.વ. 68) તે સ્વ. પ્રાણલાલ ખીમજી આડેસરા (રિટાયર્ડ એસ.ટી. ડ્રાઈવર)ના પત્ની, સ્વ. ગૌરીબેન હરિલાલ જગજીવન સદાણી (કાંડાગરા)ના પુત્રી, સ્વ. બાબુલાલ, સ્વ. જયંતીલાલના બહેન, સ્વ. રમાબેન પ્રવીણચંદ્ર ખીમજીના ભાભી, જગદીશભાઈ, જિતેન્દ્રભાઈ, કલ્પેશભાઈ (એડવોકેટ), ભારતીબેન હરેશકુમાર, ગીતાબેન જયેશકુમાર, ફાલ્ગુનીબેન શૈલેષકુમાર, પ્રીતિબેન મહેશકુમાર, યોગીતાબેન ભાવેશકુમાર (એડવોકેટ)ના માતા, નીતાબેન, રીટાબેન, શીતલબેનના સાસુ, આશિષભાઈ, હરેશભાઈ, દીપકભાઈ, મેહુલભાઈના મોટીમા, સોનલ, હેતલ, ભાવિક, કશ્યપ, ધ્રુવ, રેન્શી, ક્રિષ્નના દાદી તા. 26-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-7-2025ના સોમવારે સાંજે 5થી 6 ભાટિયા સમાજવાડી, ટાઉનહોલ સામે, અંજાર ખાતે.

મુંદરા : મકવાણા મિતેષ ઇશ્વરલાલ (ઉ.વ. 27) તે રેખાબેન ઇશ્વરલાલ મકવાણાના પુત્ર, કાજલબેન વાઘેલાના પતિ, સ્વ. ચમનલાલ, સ્વ. રમેશભાઇ વાલજીભાઇના ભત્રીજા, ભાવનાબેન દિલીપભાઇ વાઘેલાના જમાઇ, હિનાબેન (જોડિયા), દીપકભાઇના ભાઇ તા. 26-7-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 28-7-2025ના સાંજે 5થી 6 વાલ્મીકિવાસ, રામદેવપીર ખાતે.

નખત્રાણા : મૂળ રવાપરના ઠક્કર વાઘજી હંસરાજ સોતા (ઉ.વ. 87) તે સ્વ. ભચીબેન હંસરાજ સૂરજી (ધ્રોબાણા)ના પુત્ર, સ્વ. ગંગારામ નારણજી કતિરા (કોરિયાણી)ના જમાઇ તા. 25-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-7-2025ના મંગળવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : રુક્ષ્મણિબેન (સીતાબેન) લીલાધરભાઇ નંદા (ઉ.વ. 65) (રાજા રેસિડેન્સી) તે લીલાધરભાઇ જાદવજીના પત્ની, દીપક, આશાબેન, જિજ્ઞાબેન, જાગૃતિબેન, કોમલબેનના માતા, જુગલ, દેવના દાદી, મનીષાબેન, હિંમતભાઇ માધવજી ગજરા (ડોણ), કનૈયાલાલ લવજી મંગે (વલસાડ), અમિતભાઇ હરેશભાઇ કટારમલ (મુંદરા), વિમલભાઇ જગદીશભાઇ ગોરી (જામનગર)ના સાસુ, સ્વ. સાવિત્રીબેન શામજી નંદાના દેરાણી, જેન્તીલાલ, ધીરજલાલ, નીલેશભાઇ, પ્રભાબેન, હીરાબેન, નીલમબેનના કાકી, કેસરબેન, દમયંતીબેન, નિર્મળાબેનના ભાભી, નયનાબેન, હંસાબેન, તરુણાબેનના કાકીસાસુ, સ્વ. બચુબેન ચત્રભુજ લાલજી ગજરાના પુત્રી, દિનેશ, રવિ, ભરત, મોહન, ધીરજ, નીતિન, સ્વ. માધવજી, પ્રકાશ, સરસ્વતી, ભાવના, અનસૂયા, પુનિતા, ભારતી, ઉષાના બહેન તા. 26-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-7-2025ના સોમવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર, માધાપર ખાતે.

ઝુરા (તા. ભુજ) : રાધાબેન દેવજીભાઈ જેરામભાઈ ભાનુશાલી (ઉ.વ. 75) તે સ્વ. દેવજીભાઈ જેરામભાઈ ભાનુશાલીના પત્ની, ચત્રભોજ, પરસોત્તમ, ગં.સ્વ. ગંગાબેન ખટાઉભાઈ ગજરા (નિરોણા હાલે માધાપર), ઉર્મિલાબેન પરસોત્તમ મંગે (મોથાળા)ના માતા, શિવજી રતનશી, ઈશ્વર રતનશી, ચેતન રતનશી, સ્વ. શિવજી વેલજીના કાકી, બલવંત પ્રેમજીના મોટીમા, ચેતન ચત્રભુજ ભાનુશાલી (કોન્સ્ટેબલ પોલીસ ડિપાર્ટમેન્ટ-એસ.પી. ઓફિસ-ભુજ), લવેશ ચત્રભુજ ભાનુશાલી (કોન્સ્ટેબલ પોલીસ ડિપાર્ટમેન્ટ-વાયોર), જિગર (સી.એસ.), દર્શન, મિત, શૌર્યના દાદી, મૈયાબેન જિતેન્દ્રભાઈ તુલસીદાસ નંદા (નિરોણા હાલે માધાપર), ઉષાબેન લખમશીભાઈ ભદ્રા (લોરિયા હાલે નિરોણા)ના બહેન, સ્વ. પ્રેમજીભાઈ નાથાભાઈ નાખુવા (નિરોણા)ના પુત્રી તા. 26-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-7-2025ના સોમવારે સવારે 9થી સાંજે 4 સુધી ભાનુશાલી કોમ્યુનિટી હોલ, ઝુરા ખાતે.

વ્યાર (તા. નખત્રાણા) : પચાણભાઇ સાજણભાઇ રબારી (ઉ.વ. 75) (પૂર્વ સરપંચ, વ્યાર-જાડાય ગ્રામ પંચાયત) તે વંકાભાઇ સાજણભાઇના નાના ભાઇ, સ્વ. વંકાભાઇ મમુભાઇ, માંડાભાઇ મમુભાઇ, રેમાભાઇ મમુભાઇના કાકાઇ ભાઇ, હીરાભાઇ, સોનીબેન, ભીખાભાઇના પિતા, ભીખાભાઇ, રામાભાઇ, વેરસીભાઇ, હીરાભાઇ, રાજાભાઇ, દેવાભાઇ, પબાભાઇ, કાંયાભાઇ, રત્નાભાઇ, ભીમાભાઇના કાકા, મહેશભાઇ, લાખાભાઇ, નવીનભાઇ, ભરતભાઇ, આયુષભાઇના દાદા તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન, વ્યાર ખાતે.

નાગવીરી-રવાપર (તા. નખત્રાણા) : નોડે સાયદાબેન સુલેમાન (ઉ.વ. 37) તે નોડે સુલેમાન ઓસમાણના પત્ની, મ. નોડે કારા ઓસમાણ, મ. નોડે જાકબ ઓસમાણના ભાભી, અદ્રેમાન, અરમાનના માતા, જુસબ કારા, હુશેન કારા, ફિરોઝ જાકબના કાકી તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-7-2025ના મંગળવારે સવારે 10.30 વાગ્યે નાગવીરી મસ્જિદ ખાતે.

આણંદપર-યક્ષ (તા. નખત્રાણા) : હાલે ટીંબી (ઉના) કસ્તૂરબેન ભગત (સુરાણી) (ઉ.વ. 59) તે સ્વ. જાનાબેન જેઠાભાઈ ભાણજી ભગતના પુત્રવધૂ, દયારામભાઈ ભગતના પત્ની, વિનોદભાઈ (ટીંબી), નરેન્દ્રભાઈ (ટીંબી), વિજયાબેન (પૂના)ના માતા, શાંતિભાઈ (નાસિક)ના નાના ભાઈના પત્ની, મંજુલાબેન સોમજીભાઈ (કોટડા-ચકાર), ગાવિંદભાઈ (આણંદપર)ના ભાભી, પ્રિયાંસુ, પાર્થ, પરમ, કાવ્યાના દાદી, નાગજી મનજી નાકરાણી (સાંયરા)ના પુત્રી તા. 26-7-2025ના ટીંબી (ઉના) મધ્યે અવસાન પામ્યા છે. સાદડી તા. 28-7-2025ના સોમવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, આણંદપર (યક્ષ) ખાતે. ધાર્મિકક્રિયા ટીંબી (ઉના) ખાતે.

વમોટી મોટી (તા. અબડાસા) : જાડેજા પદમકુંવરબા (ઉ.વ. 90) તે જાડેજા નટુભા શિવુભાના પત્ની, રમેશસિંહ, હરિસિંહના માતા, જાડેજા દિલુભા કેશુભા, જાડેજા પાંચુભા માધુભાના કાકી, સોઢા રાણસિંહ કાનજી (વેડહાર)ના બહેન, દિલીપસિંહ, સંજયસિંહ, પ્રવીણસિંહ, કુલદીપસિંહ, ક્રિષ્નપાલસિંહ, કરણસિંહના દાદી તા. 27-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-7-2025થી 1-8-2025 સુધી દરબારગઢની ડેલી પૂર્વ, વમોટી મોટી ખાતે. 

Panchang

dd