• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ભારત-વિયેતનામ વ્યાપારિક સંબંધોની મજબૂતી માટે ગૌતમ અદાણીની પહેલ

મુંદરા, તા. 1 : ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિયેતનામ સાથે ભારતના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા પહેલ કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ અદાણીએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ વિયેતનામમાં રૂા. 10 બિલિયનનું રોકાણ કરવાના સંકેત આપ્યા છે. અદાણી ગ્રુપ માળખાગત સુવિધાઓ, ઊર્જા, નવીનીકરણીય ઊર્જા અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી ઊભરતી તકનીકો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભાગ લેવા આતુર છે. તાજેતરમાં ગૌતમ અદાણીએ વિયેતનામના જનરલ સેક્રેટરી ટુ લેમ સાથે મુલાકાત યોજી હતી. તેમણે વિયેતનામને અગ્રણી તરીકે સ્થાપિત કરવા માટે ટુ લેમના સાહસિક સુધારાઓ અને દૂરંદેશી એજન્ડાની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પરિવર્તનશીલ યાત્રામાં અમે યોગદાન આપવા અને વિયેતનામ-ભારત આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે આતુર છીએ.  અગાઉ એક્સ પર એક પોસ્ટમાં અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ વિયેતનામ કોમ્યુનિસ્ટ પાર્ટીના ટુ લેમના સુધારાઓ અને દૂરંદેશી એજન્ડાની પ્રશંસા કરી હતી. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ હવે અદાણી જૂથ વિયેતનામના મુખ્ય દરિયાકાંઠાના શહેરોમાંના એક, દા નાંગમાં લિયાન ચીઉ બંદરના વિકાસમાં 2 અબજ અમેરિકન ડોલર બિલિયનથી વધુનાં રોકાણ પર વિચાર કરી રહ્યું છે.  

Panchang

dd