• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

કચ્છના એક કરોડના ‘યુનિક' ગફલામાં ફોજદારી

ભુજ, તા. : ફિક્સ ડિપોઝિટ અને આર.ડી.ના નામે કચ્છ સહિત દેશભરના હજારો લોકોના નાણાં ચાઉં કરી જનારી અમદાવાદ સ્થિત યુનિક એસ.એમ.સી.એસ. લિમિટેડ કંપનીના સંચાલકો હસમુખ ડોડિયા અને રાજકુમાર રાય સામે રાજકોટ, જામનગર ફરિયાદ નોંધાયા બાદ ભુજ શહેર -ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ગુનો નોંધાયો છે. પોલીસે આપેલી વિગતો મુજબ, નોંધાવેલી ભુજના જયશ્રીબેન રતિલાલભાઈ સિતાપરાએ ફરિયાદમાં જણાવાયું હતું કે, જુદી-જુદી સ્કીમમાં નાણાં રોકવાના નામે ફરિયાદીને એજન્ટ બનાવી તેમના મારફતે ઓળખીતા-સગાંસંબંધીઓએ રોકેલા આશરે ,૦૧,૪૩,૧૨૦ની ३८. રકમ પાકી ગયા છતાં મળવાપાત્ર રકમ રૂા. ,૬૦,૭૬,૯૮૯માંથી માત્ર ३८. ૧૯,૧૪,૩૯૨ આપી બાકીના નાણાં પરત આપી ઠગાઈ કરી કરાઈ છે. કંપનીમાં પોતાની મહેનતની મૂડી રોકનારાનો આંકડો ૧૨૪ છે. રોકાણકારો પૈકી કેટલાક લોકોને તેમની રોકેલી રકમનો થોડો હિસ્સો એટલે કે, રૂા. ૧૯,૧૪,૩૯૨ પરત અપાયા છે, જ્યારે બાકીની મળવાપાત્ર રકમ આશરે રૂા. ,૪૧,૬૨,૫૯૭ ફરિયાદી તથા તેમના ગ્રાહકોને પરત અપાઈ નથી. ઉપરાંત અન્ય એજન્ટો મારફતે પણ કચ્છમાંથી સેંકડો લોકોએ બેંકથી વધુ વ્યાજ મળશે તેમ વિચારીને પોતાના પરસેવાની કમાણી કંપનીમાં રોકી છે, પરંતુ નાણાં પરત મળતાં અનેક લોકોએ અમદાવાદ સ્થિત કંપનીની ઓફિસમાં ધામા નાખવા સહિતના પ્રયત્નો કર્યા છે, પરંતુ અંતે નિરાશા સાંપડી હતી. મામલે કંપનીના સંચાલકો હસમુખ ડોડિયા અને રાજકુમાર રાય સહિત અન્ય હોદ્દેદારોને અનેકવાર રજૂઆત કરાયા છતાં કંપનીએ કોઈ હકારાત્મક પ્રતિભાવ આપતાં અંતે બાબતે ભુજ શહેર -ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd