ભુજ : રવિલાલ હાથીભાઇ શાહ (બારદાનવાળા) (ઉ.વ. 88) તે સ્વ. મણિબેન હાથીભાઇ પ્રેમચંદ
શાહના પુત્ર, ભાનુબેનના પતિ,
સ્વ. મનસુખભાઇ, સ્વ. ભોગીભાઇ, સ્વ. ઝવેરબેન, પ.પૂ. સાધ્વીજી ભગવંત સ્વ. વિશ્વકીર્તિ
મ.સા. (ભાગવંતીબેન)ના સાંસારિક ભાઇ, જિતેશભાઇ, ચેતનભાઇ (માજી નગરસેવક-ભુજ, ભૂતપૂર્વ ડાયરેક્ટર બી.સી.સી.બી.
બેંક), સ્વ. અનિલાબેન, લતાબેન, ભાવનાબેનના પિતા, ભાવનાબેન, નીનાબેન,
કીર્તિભાઇ સંઘવી (અંજાર), દિનેશભાઇ શાહ (મુંબઇ)ના
સસરા, નીતિશ, દીક્ષિત, પ્રિયા, જલ્પાના દાદા, હેન્સી,
મૌલિક, રિદ્ધિના નાના, વેલજી
ગોપાલજી ભણસારી (અંગિયા)ના જમાઇ, સ્વ. રેવાબેન છગનલાલ શાહ (સુખપર),
સ્વ. ચંદ્રિકાબેન ચમનલાલ શાહ (માનકૂવા), ગં.સ્વ.
દયાબેન કિશોરચંદ્ર સંઘવી (ગઢશીશા), ગં.સ્વ. મંજુલાબેન કાંતિલાલ
શાહ (મંજલ)ના બનેવી તા. 25-7-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-7-2025ના શનિવારે સાંજે 4થી 5 જૈન ગુર્જરવાડી, ગ્રાઉન્ડ ફલોર (ડોમ), વાણિયાવાડ, ભુજ ખાતે.
ભુજ/માધાપર : સુનીતા (રસવંતી) બાબુલાલ વોરા (ઉ.વ. 89) તે સ્વ. ગલાલચંદ દેવશી વોરાના
પુત્રવધૂ, સ્વ. મણિબેન અનોપચંદ લાલચંદના પુત્રી,
કમલેશ, સ્વ. ચંદ્રેશ, પરેશ
(મુંબઇ), તમન્ના, દીપ્તિના માતા,
રીટાબેન, ગીતાબેન, સ્વ. કિશોરભાઇ
બુદ્ધભટ્ટી, પંકજભાઇ શાહ (મુંદરા)ના સાસુ, ધરમ તથા ભૂમિના દાદી, રીચા, કરણ,
ચિરાગના નાની તા. 25-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ભુજ : શ્રીમાળી સોની ઠાકરશી રૂગનાથભાઇ ગેડિયા (ઉ.વ. 76) તે રૂગનાથ ગગુભાઇ ગેડિયા તથા
હરીબેનના પુત્ર, નર્મદાબેન તથા જાદવજીભાઇ
ધમાણ (ભુજ)ના જમાઇ, શારદાબેનના પતિ, સ્વ.
દયાબેન (અમદાવાદ), સ્વ. રમણીકભાઇ, સ્વ.
મંજુલાબેન રામચંદ્ર (આદિપુર), સ્વ. ચમન, સ્વ. પ્રતાપ, સ્વ. રસિકના ભાઇ, સ્વ. રસીલાબેનના દિયર, મનીષા પરેશ કલોલિયા (માધાપર),
વંદના પંકજ ઝિંઝુવાડિયા (માંડવી હાલે ભુજ)ના પિતા, હેમ તથા ખુશીના નાના, જયેશ રમણીકભાઇના કાકા, મિતા જયેશના કાકાજી સસરા તા. 25-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-7-2025ના શનિવારે સાંજે 5થી 6 વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.
આદિપુર : પરશોત્તમ સંતાસિંહ જીવાની (ઉ.વ. 79) તે પુષ્પાબેનના પતિ, જયરામના પિતા, સ્વ. અરજણભાઈના
ભાઈ, રાજેશ (એમ. પી. પટેલ સ્કૂલ), યોગેશ
(ધી ગાંધીધામ કો-ઓપરેટિવ બેંક લિ.-આદિપુર)ના મોટાબાપા, પલકરાજ
(જેમિની ઇન્ડેન ગેસ), અંબિકાના દાદા તા. 25-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાથનાસભા
ભાઈઓ તથા બહેનોની તા. 26-7-2025ના
સાંજે 5.30થી 6.30 સતિ સાવિત્રી પ્રમ કુટીર (બુઢા
આશ્રમ), વોર્ડ 4-બી ખાતે.
માંડવી : હંસરાજ ભુદાભાઇ જેઠવા (ખારવા) (ઉ.વ. 81) તે સ્વ. વાલીબેન ભુદા જેઠવાના
પુત્ર, ગં.સ્વ. લીલાવંતીબેનના પતિ, ધવલ (માંડવી નગરપાલિકા), ભાવેશ, સ્વ. ભૂપેનના પિતા, ક્રિષ્નાબેનના સસરા, દેવના દાદા, સ્વ. મંગલ, સ્વ. પિતાંબર,
સ્વ. દેવકી, વાસંતીના ભાઇ, સ્વ. રતનબેન ભાણજી ચૂડાસમાના જમાઇ, રતનશી, હેમલતાના બનેવી, સુરેન્દ્ર, પરેશ,
વિપુલ, હિતેશ, ચેતનના કાકા
તા. 25-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 26-7-2025ના સાંજે 4થી 5 રામેશ્વર વાડી (ખારવા સમાજવાડી), માંડવી ખાતે.
મુંદરા : મૂળ ખીજડીયારી (તા. શંખેશ્વર, જિ. પાટણ)ના રામબા લખમણજી રાઠોડ (ઉ.વ. 80) તે બળુભા, સતુભા, હિરેન્દ્રસિંહના
માતા, રાઠોડ કરશનજી ભીખુજીના ભાભી, વીરેન્દ્રસિંહ
તથા અભેસિંહના ભાભુ, સ્વ. વાઘેલા મનુજી મદારસંગ (વસાઇ ફેચાલ),
વાઘેલા અગરસંગ ભાવુજી (વસાઇ ફેચાર), વાઘેલા ભાવસંગજી
નટુભા (પાડીવાળા), વાઘેલા અજિતસિંહ નટુજી (પાડીવાળા),
જાડેજા સિદ્ધરાજસિંહ ભીખુભા (બાબરા)ના સાસુ, નાના
કાંડાગરાના જાડેજા બાબુભા, કલુભા, મેઘુભા,
જુવાનસિંહ, બળુભાના બહેન, દિવ્યરાજસિંહ, હરદીપસિંહ, માલદેવસિંહના
દાદી તા. 24-7-2025ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન પાવાપુરી, મુંદરા ખાતે.
કુકમા (તા. ભુજ) : પાર્વતીબેન આહીર (ઉ.વ. 58) તે જયંતીભાઇ ઉકાભાઇ આહીરના
પત્ની, શ્રીકાંત, વિજય,
અનિલના માતા, ધર્મિષ્ઠા, નીલમ, શ્વેતાના સાસુ, રામજીભાઇ,
રમણભાઇ, કનુભાઇના ભાભી, ધીમહી,
પ્રહર, નિર્વા, માનવિક,
દ્વિજના દાદી, સ્વ. દેવકાબેન મંગલગર (મૂળ લખપત
હાલે ભુજ)ના પુત્રી, રમેશગરના બહેન, દીપાબેનના
નણંદ, હિરેન, ભરતના ફઇ, સુજાતા, જ્યોતિના ફઇસાસુ તા. 24-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
શોકસભા તા. 26-7-2025ના સાંજે 5થી 6 આહીર સમાજવાડી, કુકમા ખાતે.
માધાપર (તા. ભુજ) : રાધાબેન દેવજીભાઇ ગાજણ (ઉ.વ. 65) તે સ્વ. દેવજી પૂંજા ગાજણના
પત્ની, ચંદ્રકાન્ત, કનૈયાલાલ,
જશોદા (બળદિયા)ના માતા, લક્ષ્મીબેન, શાંતાબેન, કરશન પ્રેમજી (બળદિયા)ના સાસુ, દીપ્શા, દક્ષય, નીરવના દાદી,
વંદના, હર્ષિદાના નાની, કુંવરબેન
ધીરજ, કાંતાબેન મનજી, લક્ષ્મીબેન નારાણ,
રત્નબેન શિવજી (સરલી), લીલાબેન ગોપાલ, જવેરબેન દિનેશ (બળદિયા)ના ભાભી, સ્વ. વાલબાઇ ભીમજી મુછડિયા
(બળદિયા)ના પુત્રી, સ્વ. રામજી, સ્વ. રવજી,
ડેમાબેન રામજી, રત્નબેન કાનજી, ખેંગાર નાનજી, બુધ્ધુ નાનજી, ખેંગાર
ખીમજી (બળદિયા)ના બહેન, દેવજી બુધા રૂપાણી (ભડલી), ખીમજી નથુ જોગલ (માધાપર)ના વેવાણ તા. 25-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 29-7-2025ના મંગળવારે સાંજે આગરી તેમજ
તા. 30-7-2025ના બુધવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન
હંશનગર, માધાપર ખાતે.
બિદડા (તા. માંડવી) : લુહાર સુલેમાન ઉમર (ઉ.વ. 74) તે હાજી જાકબ (ભુજ), આધમના ભાઈ જાનમામદ, હુશેનના
પિતા, મ. મામદ, મ. ઇબ્રાહિમ, હસન (એડવોકેટ), અભુભકરના કાકાઈ ભાઈ, બનેવી અબ્દુલ, ઇશાક, જુસબ આકીનના
કાકા, ઇશાક આમધના સસરા, સાજીદ, સોયબ, સતાર, સબિરના દાદા તા. 24-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 27-7- 2025ના રવિવારે સવારે 10.30 કલાકે મુસ્લિમ જમાતખાના, બિદડા ખાતે.
નાની ભુજપુર (તા. મુંદરા) : સવરાજ માણેક ગઢવી (રાગ) (ઉ.વ. 86) તે ગોપાલ, હરિના પિતા, રાણબાઇ હરદાસ
સીખડિયા, ગંગાબેન કાનાભાઇ નાંધાણના ભાઇ, અરજણ, સુરા, નાંગસીના કાકા તા.
25-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી
ચારણ સમાજવાડી, નાની ભુજપુર ખાતે. ઉત્તરક્રિયા
તા. 4-8-2025ના નિવાસસ્થાને.
ગઢશીશા ( તા. માંડવી
) : રાજેશ પરસોતમ પોકાર ( ઉં.વ 41 ) તે નર્મદાબેન પરસોતમ
કાનજી પોકારના પુત્ર, જયશ્રીબેન
(સોનુ)ના પતિ, કાવ્યા, સારથી, સમર્થના પિતા, રમેશ, હિરેન,
રમીલાબેન અરાવિંદભાઈ નાકરાણી, પ્રિયાબેન જિજ્ઞેશભાઈ
પારસિયાના ભાઈ, કાવ્યા, સારથી, સમર્થના પિતા તા. 5 / 07 ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26 /7ના સવારે 8.30થી 12, નવાવાસ પાટીદાર સમાજવાડી, ગઢશીશા ખાતે.