ભુજ : હિમાંશુભાઇ મહેન્દ્રભાઇ જેઠવા (ઉ.વ. 65) તે સ્વ. મણિબેન મહેન્દ્રભાઇના
મોટા પુત્ર, નીતાબેનના પતિ,
ગં.સ્વ. કુસુમબેન દામોદરભાઇ સાવરિયાના જમાઇ, સ્મિત,
વિનિતાબેન વાસાણીના પિતા, જિતેનભાઇ, સ્નેહાબેનના સસરા, હિતેશભાઇ, અતુલભાઇ,
કલ્પનાબેન રાઠોડ (મહારાષ્ટ્ર), મંજુલાબેન ચાવડા
(મહારાષ્ટ્ર), ધાર્મિકાબેન પરમાર (ઝારખંડ), સોનલબેન ટાંક (આદિપુર)ના ભાઇ, રાખીબેન, રશ્મિબેનના જેઠ, ત્રિસ્નાબેન પ્રમોદભાઇ સોલંકી,
અંજનાબેન પ્રદીપભાઇ ટાંક (છત્તીસગઢ)ના બનેવી, ગૌતમી,
શ્રેયા, જશના મોટાબાપા, હિતાર્થ,
માનવિકના નાના તા. 22-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-7-2025 ગુરુવારે સાંજે 5થી 6, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર,
નિર્મલસિંહ વાડી, ભાનુશાલી નગર, ભુજ ખાતે.
ભુજ : રમેશભાઇ ભાઇલાલભાઇ
છત્રાળા (ઉ.વ. 73) (નિવૃત્ત જીઇબી) તે સ્વ. જમનાબેન
ભાઇલાલ છત્રાળાના પુત્ર, વીણાબેનના
પતિ, વિનીત, જયેશ, પૂનમના પિતા, સ્વ. ઊર્મિલાબેન બીજલાણી, સ્વ. બિપિનભાઇ, વસુમતીબેન સોલંકીના ભાઇ, સ્વ. મોતીલાલ ગંગાધર બીજલાણીના જમાઇ, નીરવ (રંગ સ્ટુડિયો)ના
મોટા બાપા, જયદીપ ચૌહાણ (માધાપર), પૂજાબેનના
સસરા, હરેશ બીજલાણી, જેન્તીલાલ બીજલાણી
(નારાણપર)ના બનેવી તા. 22-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-7-2025ના સાંજે 4થી 5 લોહાણા મહાજન વાડી, છછ ફળિયા, ભુજ ખાતે.
ભુજ : કરસન વેલા ભદ્રુ (ઉ.વ. 80) તે સામાબેનના પતિ, સ્વ. જખુ વેલા ભદ્રુ, કરમશી પૂજા ભદ્રુના ભાઇ, નરશી, રામજી, પ્રેમજી, ધરમશી,
રતનબેન કરમશી જેપાર (મિરજાપર), રમીલાબેન ઉમરશી
મેરિયા (જડોદર)ના પિતા, કાનજી, જગદીશ,
જુમા, રવજીના કાકા, ધના ડાના
પાયણ (વિથોણ)ના જમાઇ, જેન્તી, નીતાબેન રમેશ
જેપાર (સાંગનારા), સુનિતાબેન નીતેશ મેરિયા (વંગ), મીના મનોજ લોંચા (ભુજ), ભારતી, પારૂલ, હિતેશ, વિજય, પિયૂષ, કેતન, કાંતિ, નૈતિક, પ્રિતમના દાદા, દિનેશ,
વિનેદ, જેન્તી, મહેશ,
મુકેશનના નાના તા. 22-7-2025ના અવસાન પામ્યા છે.
ધાર્મિક ક્રિયા તા.27-7-2025 રવિવારના
સાંજે આગરી, ઘડાઢોળ પાણી તા. 28-7-25 સોમવારના તેઓના નિવાસસ્થાને
જૂની રાવલવાડી, ભુજ ખાતે.
આદિપુર : મોટી ચીરઇના જાડેજા ઘનશ્યામસિંહ ઉદેસિંહ તે પ્રતાપસિંહ ઉદેસિંહ, નરપતસિંહ દસુભા, પ્રવીણસિંહ
દસુભાના મોટાભાઇ, વિજેન્દ્રસિંહ તથા રાજેન્દ્રસિંહના પિતા,
રાજદીપસિંહ, શિવભદ્રસિંહ, મહિપાલસિંહ તથા ધર્મવિરસિંહના મોટાબાપુ, સૂર્યદીપસિંહ,
અમરદીપસિંહ તથા ધ્રુવદીપસિંહના દાદાબાપુ તા. 22-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 24-7-2025ના સાંજે 5-30થી 6-30, મહાદેવ મંદિર, અર્બુદા નગર, આદિપુર ખાતે.
અંજાર : નાનજીભાઇ દેવજીભાઇ દાવડા (ઉ.વ. 77) તે મંજુબેનના પતિ, જિજ્ઞાબેન, આશાબેનના પિતા,
જિતેશભાઇ, પરસોત્તમભાઇના સસરા, બેચરભાઇ, બબીબેન, ગોદાવરીબેન,
જયાબેન, વિજુબેનના ભાઇ, સાગરના
નાના તા. 22-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-7-2025ના ગુરુવારે સાંજે 4થી 5 લુહાર સમાજવાડી, અંજાર ખાતે.
માંડવી : મૂળ સાંભરાઇના કચ્છી બ્રહ્મક્ષત્રિય હરિલાલ મુરારજી
ખત્રી (મચ્છર) (ઉ.વ. 92) (સંગમ સાઈકલ
સર્વિસ) તે સ્વ. શાંતાબેન, સ્વ. ઝવેરબેન,
સ્વ. કેશરબેન, સ્વ. સાકરબેન, સ્વ. દામજી મુરારજીના ભાઇ, સ્વ. ખટાઉ ખીમજી નિર્મળના
જમાઇ, જિતેશ, કૌશલ, વર્ષા, ગં.સ્વ. જ્યોતિના પિતા, નયના, ભાવના, દિનેશ જગજીવન દુબલ,
યશ (મુન્નો) નરભેરામ વીંછીના સસરા, હર્ષ,
ધ્વનિ, વ્યોમના દાદા, ડિમ્પલના
નાના, મનીષ, નીતિન, ભાવના ધવલ કારાતેલાના મોટાબાપા, દક્ષાબેનના મોટા સસરા
તા. 22-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 25-7-2025ના
શુક્રવારે સાંજે 4.30થી 5 રંગચૂલી,
સાંજીપડી, માંડવી ખાતે.
માંડવી : ઠક્કર રક્ષાબેન (ઉ.વ. 54) તે ભરતભાઈ અમૃતલાલ ઠક્કરના
પત્ની, સ્વ. પ્રભાબેન અમૃતલાલ (અંજાર)ના પુત્રવધૂ,
રવિ (જલારામ મેડિસિન્સ), કોમલ બ્રિજેશ રાયચંદાના
માતા, દિવ્યા રવિ ઠક્કરના સાસુ, સ્વ. ડાયાલાલ
લવજીભાઈ ઠક્કર (ભુજ)ના પુત્રી, જીતુભાઇ, રાજુભાઇ, જ્યોતિબેનના બહેન, રામુભાઈ,
રાજુભાઇ, પીયૂષભાઈ (અંજાર), ભદ્રિકાબેન મહેશભાઈ (ભુજ)ના ભાભી તા.
23-7-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 24-7-2025ના ગુરુવારે સવારે 9.30 કલાકે નિવાસસ્થાન ઘનશ્યામ નગર-2, નીઓ લાઇફ હોસ્પિટલની પાછળથી
નીકળશે.
માંડવી/વડોદરા : કચ્છી ભાટિયા લીલુબેન કરસનદાસ સ્વાલી (ઉ.વ.
89) તે કરસનદાસ જીવણદાસ સ્વાલીના
પત્ની, વિમલભાઇ, નીતાબેન અનિલ
ઉદેશી, હંસાબેન સૈલેનભાઇ રામૈયા, ભાવનાબેન
રાજેશ (ભુજ)ના માતા, સ્વ. ગોપાલદાસ ગોકલદાસ પમાણીના પુત્રી,
વર્ષાબેન વિમલભાઇના સાસુ, મૈત્રી હરીશ પારટે,
જીમી મયંક આશર, કવિતના દાદી, અવની હેમલ ઠક્કર, ધ્રુવ, કુંજ,
રાધિકાના નાની, સ્વ. ઠાકરશીભાઈ, સ્વ. પ્રતાપસિંહ (કાકુભાઇ), કરસનદાસ, કોકિલાબેન, સ્વ. પ્રવીણભાઇના બહેન તા. 22-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર 25-7-2025ના સાંજે 4-30થી 6-00 રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ
છે)
મુંદરા : હાલે ગોરેગાંવ (મુંબઇ) ગિરિનારાયણ બ્રાહ્મણ જ્યોત્સનાબેન
વૃજલાલ અધિકારી (ઉ.વ. 82) તે સ્વ. વૃજલાલ
ભવાનજી અધિકારીના પુત્રી, જયપ્રકાશભાઇ,
સ્વ. ગૌતમભાઇ, સ્વ. જાગૃતિબેન, નિર્મલભાઇના મોટા બહેન, ગં.સ્વ. વસુંધરાના નણંદ,
ઉત્પલ, પાર્થના મોટા ફઇ, મૃગા, વિનીતના ફઇસાસુ તા. 22-7-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર બંધ છે.
મોટી નાગલપર (તા. અંજાર) : પૂનમબેન નીતિનભાઇ રાઠોડ (ઉ.વ.44) તે નીતિન પરસોતમભાઇ રાઠોડના
પત્ની, રાજભાઇ, મીતભાઇના માતા,
જીમીના સાસુ, જયશ્રી પરસોતમ રાઠોડ, મોહન પરસોતમ રાઠોડના પુત્રવધૂ, નીતા મોહન રાઠોડના દેરાણી,
માધુરી નીલેશ રાઠોડ, ગીતા મુકુંદ સોલંકીના ભાભી,
અંજના જગદીશભાઇ ચૌહાણ (રાજકોટ), ગં.સ્વ. પ્રેમિલાબેન
પોપટભાઇ ટાંક (સિનોગ્રા)ના પુત્રી, મયૂર જગદીશભાઇ ચૌહાણ,
વૈશાલી પરેશકુમાર ટાંક, બિંદિયા લલિતકુમાર પીઠડિયા,
હસમુખભાઇ પોપટભાઇ ટાંક, કનૈયાલાલ પોપટભાઇ ટાંકના
બહેન, રાજવીબેન કનૈયાલાલ ટાંકના નણંદ, જોસનાબેન
અંબાલાલના વેવાણ (અંજાર) તા. 22-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-7-2025ના હાડકેશ્વર મંદિર, સમય સાંજે 5થી 6 વાગ્યા સુધી મોટી નાગલપર ખાતે.
મોટા કપાયા (તા. મુંદરા) : શીલાબેન જેન્તીલાલ જેઠાલાલ મામણિયા
(ઉ.વ. 63) તે જેન્તીલાલ જેઠાલાલના પત્ની, રતનબેન જેઠાલાલના પુત્રવધૂ, પીયૂષના માતા, વૈષ્ણવીના સાસુજી, પ્રભાબેન મેઘજી કુંવરજી શેઠિયાના પુત્રી, ક્રિશાંગ,
શ્રીવીના દાદીમા તા. 18-7-2025ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-7-2025 શુક્રવારે બપોરે 3થી 5 જૈન સેનેટોરિયમ, બસ સ્ટેશન પાસે, મોટા
કપાયા, તા. મુંદરા ખાતે.
ઝરપરા (તા. મુંદરા): રીટાબેન (ઉ.વ. 55) ભરત રવિલાલ આચાર્યના પત્ની, સ્વ. મૂળશંકર જેઠાલાલ ફડકેના પુત્રી,
વિશાલ, દીપ્તિ, પૂનમના માતા,
જિગર રતિલાલ દેવધર (રામપર-સરવા), જિગર દિનેશ જોશી
(દેવપર યક્ષ), નીલમ વિશાલ આચાર્યનાં સાસુ, નીલના દાદી, પરેશ, કિશન, ચેતન, ધારા, ગીતા, સોનલ, હીરલ, કોમલ, શીતલના કાકી,
શીલાબેન સંજય રાસ્તે (માધાપર), પીયૂષ મૂળશંકર ફડકે
(મુંબઇ), ભાવિક મૂળશંકર
ફડકે (મુંબઇ), પૂર્વા, ધિમહી, ક્રિશિવ, આધ્યાના નાની તા. 23-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 25-7-2025ના સાંજે 4થી 5, સચ્ચિદાનંદ મંદિર, ઝરપરા ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : મૂળ પાંચોટિયાના નાગાજણ મુરૂ મંધરિયા
(ઉ.વ. 72) તે દેસાબાઇના પતિ, સ્વ. લધા, હભુ,
દેવાંધ, કમશ્રી માણસી જીવિયા (પાંચોટિયા),
લાછબાઇ લખમણ બારોટ (ઉનડોઠ)ના ભાઇ, ધનરાજ,
હરિ, હીરબાઇ આલા જીવિયાના પિતા, સ્વ. રતન, સામરા, વાલજી,
મગન, સાવિત્રી ડાયા જીવિયા, મોહન, આશા, ખીમશ્રી હરધોર બારોટ,
કમશ્રી સવરાજ વારિયાના કાકા, સ્વ. રાણસી જીવરાજ
વાનરિયાના જમાઇ તા. 23-7-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 2-8-2025 સુધી
નિવાસસ્થાન વાડીએ, સદ્ગુરુ સોસાયટીની
બાજુમાં, ભુજપુર ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 2-8-2025ના એ જ સ્થળે.
વડવા કાંયા (તા. નખત્રાણા) : કાનજી નારણ વાસાણી (ઉ.વ. 81) તે કંકુબેનના પતિ, નરશીભાઇ, પ્રવીણભાઇ,
હસમુખભાઇ, વિમળાબેન (ગઢશીશા)ના પિતા, મંજુલાબેન, ભગવતીબેન, ચંદ્રિકાબેનના
સસરા, નાનજીભાઇ, કરશનભાઇ, કેશવલાલ, દેવશીભાઇ, જેન્તીભાઇ,
મોહનલાલ, સ્વ. લીલાબેન ગોવિંદ (મમાયમોરા)ના મોટા
ભાઇ, મેઘજી ધનજી પારસિયા (ભેરૈયા)ના જમાઇ, હાર્દિક, તુષાર, રાઘવ, મયૂર, અક્ષય, જીત (અલખધામ-કાદિયા),
આરતીબેન (મમાયમોરા), ખુશીબેનના દાદા તા. 23-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 24-7-2025ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, વડકા (કાંયા) ખાતે.
ખોંભડી નાની (તા. નખત્રાણા) : જાડેજા ભીમજી ગગુજી (ઉ.વ. 70) તે સ્વ. રણછોડજી ગગુજી, સ્વ. કાનજી વેલુભા, ટપુભા,
વિજયરાજજી, હમીરજીના મોટા ભાઇ, ભૂપતસિંહના પિતા, ગુલાબસિંહ, જીતુભા,
રાણુભા, સવુભા, સતુભા,
મોકાજી, મુરૂભાના મોટાબાપુ તા. 22-7-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને તથા બારમાની વિધિ તા. 1-8-2025ના નિવાસસ્થાને.
નેનપુર ચોકડી (મહેમદાબાદ) : મૂળ તરા-મંજલના બ્રહ્મક્ષત્રિય હસમુખભાઇ
(ઉ.વ. 58) તે સ્વ. નર્મદાબેન બાબુભાઇ
સોનેજીના પુત્ર, સ્વ. વેલજી કાનજી (મોટા
બંદરા)ના દોહિત્ર, પ્રજ્ઞાબેનના પતિ, સ્વ.
દિનેશભાઇ, અશોકભાઇ, રંજનબેન યોગેશકુમાર
વલેરા, રસીલાબેન ભાવેશકુમાર દુબલના મોટા ભાઇ, હર્ષ અને ઇશાના પિતા, સ્વ. કલાવંતીબેન પ્રેમજીભાઇ સોનેજી
(નલિયા)ના જમાઇ, દીપ્તિબેનના જેઠ, વિધાનના
મોટાબાપા, જયંતીભાઇ જેઠાભાઇના ભત્રીજા, રાજુભાઇ, કિશોરભાઇ, હિતેષભાઇના
કાકાઇ ભાઇ તા. 23-7-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-7-2025ના શુક્રવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન
નેનપુર ચોકડી ખાતે.
રાજકોટ : મૂળ ભાયાવદરના રંજનબેન પોપટ (ઉ.વ. 71) તે રમેશભાઇ પરસોત્તમદાસ પોપટ
(રમેશકુમાર એન્ડ કું.)ના પત્ની, મિલનભાઇ
અને વિષ્ણુભાઇના માતા, સ્વ. પ્રભુદાસ જમનાદાસ કોટક (ખોડાપીરવાળા)ના
પુત્રી, નવીનભાઇ, બિપીનભાઇ, હરેશભાઇ, મહેશભાઇ, યોગેશભાઇ,
મયૂરભાઇના બહેન તા. 23-7-2025ના અવસાન પામ્યા છે.
મુંબઈ : મૂળ નેત્રા માતાજીના સાવિત્રીબેન (નાથીબેન) (ઉ.વ. 83) તે સ્વ. ઠા. મથુરાદાસ કતિરાના
પત્ની, ગં.સ્વ. ઠા. કુસુમબેન ગાવિંદભાઈ આથા,
પ્રતાપ, વસંત, વિપુલ,
નીતિનના માતા, ઉષાબેન, કલ્પનાબેન,
કવિતાબેનના સાસુ, સ્વ. ઠા. કેશવજી માધવજી બારૂના
પુત્રી, ટ્વિંકલ પુનિત ચંદે, ઉર્વેશ,
સ્મિત, જેનીન, પ્રીયલ,
જયના દાદી, લજ્જા કુણાલ દૈયા, ઈશા રાહુલ મજેઠિયા, સમીપના નાની, સ્વ. અરાવિંદભાઈ, દ્વારકાદાસ, રમેશભાઈ,
સ્વ. ભરતભાઈ, વાસંતીબેન પ્રવીણભાઈ કતિરા,
મંજુલાબેન પ્રભુદાસ રાચ્છના મોટા બહેન તા. 23-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 25-7-2025ના
શુક્રવારે 4.30થી 6 સ્વામિનારાયણ મંદિર રાજાજી રોડ, ડોમ્બીવલી (ઇસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ
છે.)