ભુજ : જયાબેન તુલસીભાઈ સોલંકી (ઉ.વ. 75) તે જગદીશભાઈ, રવિલાલભાઈ, રસીલાબેન,
ગુડિયાબેનના માતા, વસંતભાઈ પચાણભાઈ સોલંકીના ભાભી,
વિજયભાઈ, પ્રકાશભાઈ, પ્રવીણભાઈના
મોટી મા, મહેશભાઈ, દિનેશભાઈના કાકી તા.
1-5-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
નિવાસ્થાન તા. 2-5-2025ના સવારે 10 વાગ્યે દાદુપીર રોડ, વાલ્મીકિવાસ, ભુજથી.
આદિપુર : મૂળ બાનિયારીના રતીબેન ઢીલા (આહીર) (ઉ.વ. 101) તે સ્વ. કરશનભાઇ દેવકરણભાઇ
ઢીલાના પત્ની, દેવાભાઇ, માયાભાઇ, તેજાભાઇના માતા, શામજીભાઇ
દેવાભાઇ, આલાભાઇ દેવાભાઇ, ખોડાભાઇ માયાભાઇ,
ભગુભાઇ દેવાભાઇ, નારાણભાઇ તેજાભાઇ, લક્ષ્મણભાઇ દેવાભાઇ, માવજીભાઇ તેજાભાઇ (એડવોકેટ),
શ્યામભાઇ તેજાભાઇના દાદી તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વોર્ડ 3-એ, પ્લોટ નં. 301, આદિપુર ખાતે.
માંડવી : મૂળ સાંધાણના ભરતસિંહ હેમંતસિંહ જાડેજા (ઉ.વ. 62) તે સ્વ. ઇન્દ્રાબા હેમંતસિંહ
જાડેજાના પુત્ર, વનરાજસિંહ, દિલીપસિંહ, હરિબા હેમંતસિંહ ઝાલા, ગીતાબા ઘનશ્યામસિંહ ઝાલા, દ્રુપદબા કનકસિંહ ઝાલાના ભાઇ,
કૃષ્ણરાજસિંહના પિતા, શક્તિસિંહ ઝાલાના બનેવી,
દિગ્વિરાજસિંહ, હિતીક્ષાબા, મેહુલસિંહ, કિરણબા, વર્ષાબાના કાકા,
ભૂપેન્દ્રસિંહ, મહિપાલસિંહ, કુલદીપસિંહ, ભાગ્યોદયસિંહના મામા તા. 30-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 3-5-2025ના શનિવારે નિવાસસ્થાને પ્લોટ
નં. 76, ધવલનગર, માંડવી ખાતે.
માંડવી : કમળાબેન લક્ષ્મણગિરિ (ઉ.વ. 80) તે સ્વ. હેમકુંવરબેન ગગનગિરિના
પુત્રવધૂ, સ્વ. લક્ષ્મણગિરિના પત્ની, દેવેન્દ્રગિરિ, સ્વ. મહેશગિરિ, અશ્વિનગિરિ, ગીતાબેનના માતા, કલ્પનાબેન,
ગં. સ્વ. રીટાબેન, ગીતાબેન, ગણેશગિરિના સાસુ, સ્વ. ધનબાઇ શ્યામપુરીના પુત્રી,
સ્વ. ગોવિંદપુરી, સ્વ. વિશ્નુપુરી, સ્વ. રામપુરી, સ્વ. જશોદાબેન, સ્વ.
કબીબેન, સ્વ. રુક્ષ્મણિબેનના બહેન, સ્વ.
દામોદરગિરિના નાના ભાઇના પત્ની, સ્વ. મનહરગિરિ, નરસિંહગિરિ, ધનરાજગિરિ, બલવંતગિરિ,
ખુશાલગિરિ, હરદયાલગિરિના ભાભી, સ્વ. કંચનબેનના દેરાણી, સ્વ. અરૂણાબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. હેમલતાબેન, હસુમતીબેન, જયવંતીબેન, ગીતાબેનના
જેઠાણી, વિક્રમગિરિ, હેમગિરિ, જલ્પાબેન, હિનલબેન, હિતીક્ષાબેન,
નિધિબેન, અક્ષરાબેનના દાદી, દીપાલીબેન, હેન્સીબેન, વિપુલપુરી,
કરણગિરિ, હેતગિરિ, અક્ષયગિરિના
દાદીસાસુ, મિમીક્ષા સૂરજપુરી, નીકિતા મિતેષપુરી,
સ્મિતના નાની, ધ્યાન, આરવના
પરદાદી તા. 1-5-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-5-2025ના શનિવારે સાંજે 4થી 5 જૈનપુરી, એ.સી. હોલ, માંડવી ખાતે.
મુંદરા : સોની પ્રવીણચંદ્ર છગનલાલ વૈઠા (ઉ.વ. 80) તે સ્વ. હસુમતીબેનના પતિ, સ્વ. કૌશિકકુમાર, હિતેષકુમાર,
ભૂષણકુમાર, હર્ષિદાના પિતા, સોની નટવરલાલ છગનલાલ વૈઠાના નાના ભાઇ, સરસ્વતીબેન નટવરલાલભાઇના
દિયર, રાહુલકુમાર, પ્રદીપકુમાર,
કેતનકુમારના કાકા તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-5-2025ના શુક્રવારે સાંજે 5થી 6 દરજી સમાજવાડી, મુંદરા ખાતે.
નખત્રાણા : જુહીતબસુમ (ઉ.વ. 32) તે જકરિયા જુસબના પત્ની, આધમ, કાસમ જુસબના નાના ભાઇના પત્ની, ઇમરાન, આરિફના કાકી, સલીમ અંસારી,
અસગરઅલીના બહેન તા. 27-4-2025ના અવસાન પામ્યા છે.
દહીંસરા (તા. ભુજ) : હાલે લંડન ભીમજી હરજી કારા (ઉ.વ. 80) તે દેવબાઇના પતિ, ગીતેન્દ્ર, વિજય,
રમાબેનના પિતા, ભારતી ગીતેન્દ્ર, ભારતી વિજય, નીતિનભાઇના સસરા તા. 25-4-2025ના લંડન ખાતે અવસાન પામ્યા
છે. બેસણું તા. 4-5- 2025ના
રવિવારે સવારે 7થી 8 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર (ભાઇઓના) અને બહેનો માટે સ્વામિનારાયણ
મંદિર (બહેનોના), દહીંસરા ખાતે.
બળદિયા (તા. ભુજ) : મૂળ ચંદિયાના મારૂ કંસારા સોની ગં.સ્વ. નર્મદાબેન
(ઉ.વ. 75) તે સ્વ. શિવલાલ વેલજી સોલંકીના
પત્ની, કેરાના સ્વ. અમૃતબેન ઠાકરશી દેવશી મયેચાના પુત્રી,
સ્વ. કમલેશ, સ્વ. હર્ષદ, જયશ્રીના માતા, રમેશ નંદલાલ બિજલાણી (ભુજ), દક્ષાબેનના સાસુ, જય, રિયા,
પાર્થના દાદી, સ્વ. પોપટલાલ વેલજી સોલંકી (આદિપુર)ના
નાનાભાઈના પત્ની, શાંતિલાલભાઈ (આદિપુર), સ્વ. કાંતાબેન (અંજાર)ના કાકી, સ્વ. મણિબેન લાલજી સાકરિયા
(બળદિયા), સ્વ. કાશીબેન મોહનલાલ ગુજરાતી (માનકૂવા), સ્વ. ઉમિયાબેન કાનજી બારમેડા (સુખપર), સ્વ. અમૃતબેન કાનજી
બારમેડા (ખંભરા)ના ભાભી, સ્વ. તારાબેન જેઠાલાલ બારમેડા (અમદાવાદ),
રમેશભાઈ, વિનોદભાઈ (કેરા)ના બહેન, અરવિંદ, દિલીપ, કેતન, દક્ષાના માસી, વિજય, સીમા,
યશ, જય, અજય, કામિનીના ફઈ, તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 3-5-2025, શનિવારે
સાંજે 5થી 6 વાગ્યે બળદિયા ફૂલેશ્વર મહાદેવ મંદિર ખાતે.
આંબાપર (તા. અંજાર) : ધનુબેન શંભુભાઇ બકુત્રા (ઉ.વ. 40) તે શંભુભાઇ કાનાભાઇના પત્ની, સામજી કાનાભાઇના ભાભી, રમેશ બાબુ રામજી હુંબલ (ભીમાસર)ના બહેન તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર નિવાસસ્થાન આંબાપર ખાતે.
નાના લાયજા (તા. માંડવી) : અનિતાબેન રમેશ મહેશ્વરી (ઉ.વ. 28) તે રમેશના પત્ની, વરુન અને નૈતિકના માતા, દાઇબાઇ રતનના પુત્રવધૂ, મહેશ, રતનના
ભાભી, મેઘબાઈ લાલજી ધોરિયાના પુત્રી, ભાવેશ,
વનિતા, લક્ષ્મીના બહેન તા. 30-4-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
1-5-2025ના અને પાણી તા. 2-5-2025ના નાના લાયજા ખાતે.
નિરોણા (તા. નખત્રાણા) : ભાનુશાલી ચેતનભાઇ ખીમજી ગજરા (ઉ.વ.
69) તે સ્વ. ધર્માબેન ખીમજી લીલાધરના
પુત્ર, સ્વ. લીલાવંતી, તારાબેન,
તારાચંદ, ખુશાલ, હીરાલાલ,
વસંત, તુલસીબેનના ભાઇ, જમનાબેનના
પતિ, સ્વ. મહેન્દ્ર, મનીષ (મુંબઇ),
પુષ્પા, પ્રીતિના પિતા, ગં.સ્વ.
મધુબેન, રાખીબેન, કમલેશ વડોર (મૂળ બિબ્બર),
કિશોર મંગે (બિટ્ટા)ના સસરા, સ્વ. તીર્થદાસ વાલજી,
ખૂબચંદ વાલજીના ભત્રીજા, વૈશાલી અક્ષય વડોર (માધાપર),
મોનાલી, દેવ, જીલ,
નીલના દાદા, નરેશ, વિશાલ,
કેવલ, જયશ્રી, શિવાની,
ડોમલ, માયા, આશિષ,
મહેશ, રીટા, જય, માનસીના મોટાબાપા, પ્રેમકુમાર, ભાવેશ, મંજુલા, મીરાં, કલાબેનના કાકાઇ ભાઇ, શ્વેતા, મુક્તા,
ઓમ, અદિતી, અમી, જયના નાના, સ્વ. જેરામ ઉમરશીં વડોર (ઝુરા)ના જમાઇ,
સ્વ. નેણશી, સ્વ. નરશીં, સ્વ. મોહનલાલ, ગં.સ્વ. ડાઇબેનના બનેવી તા. 29-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-5-2025ના શુક્રવારે સવારે 10થી 5 સુધી પારેશ્વર મહાદેવ મંદિર,
નિરોણા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : કરસન જીવરાજ વાસાણી (ઉ.વ. 81) તે હરિભાઇ વાસાણી (હરિ સો મિલ
મગરાવાળા હાલે મગરા)ના પિતા તા. 27-4-2025ના
હુગલી-વેસ્ટ બંગાળ ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 4-5-2025ના સવારે 8થી 10.30 રામજીભાઈ કરશન વાસાણીના નિવાસસ્થાને વિથોણ ખાતે.
જિંદાય (તા. નખત્રાણા) : દાનાભાઇ જીવણભાઇ આહીર (પટેલ) (ઉ.વ.
70) તે સ્વ. કાનજી જીવણ (નિરોણા), સામજીભાઇ (જિંદાય)ના ભાઇ, વેરશીભાઇ, પારૂબેન (નિરોણા), ભીમજીભાઇના
પિતા, સ્વ. હીરજી, કેશવજી ડાંગર (કોઠારા
શિક્ષક), કરશન, વિશ્રામ, બાબુલાલ (નિરોણા), ભરત, રમેશ (જિંદાય)ના
મોટાબાપા, રાણાભાઇ (નિરોણા - આદિપુર પોલીસ સ્ટેશન)ના સસરા તા.
1-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન જિંદાય ખાતે.
મોટી સુડધ્રો (તા. અબડાસા) : મોડ જાડેજા બાલુભા હરિસંગજી (ઉ.વ.
54) તે હીરાબા હરિસંગજીના પુત્ર, દશરથબાના પતિ, દેવેન્દ્રાસિંહ
અને પ્રિયાબાના પિતા, જટુભા, કલુભા અને
ચાંદુભાના મોટાભાઈ તા. 1-5-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મોટી સુડધ્રો ખાતે.
આશાપર (તા. લખપત) : દયાબા હિંમતસિંહ સોઢા (ઉ.વ. 26) તે સોઢા હિંમતસિંહ ખેતાજીના
પત્ની, સોઢા ખેતાજી મોડજીના પુત્રવધૂ, મહેન્દ્રસિંહના ભાભી, રુદ્રસિંહ, સરિયાબાના માતા, જાડેજા હરિસિંહ ખેંગારજી (હોથીવાંઢ)ના
પુત્રી તા. 30-4-2025ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા ઘડાઢોળ તા. 7-5-2025ના બુધવારે સવારે 11 કલાકે નિવાસસ્થાન આશાપર ખાતે.
આણંદ : મૂળ વોંધના ઠા. ચંદ્રકાંતભાઈ ધીરજલાલ ચંદે (ઉ.વ. 61) તે ગં.સ્વ. વિરૂબેન ધીરજલાલ
ચંદેના પુત્ર,
ગીતાબેનના પતિ, વિપુલકુમાર ધીરજલાલ ચંદે,
સ્વ. ધર્મેન્દ્રભાઈ ધીરજલાલ ચંદે, રંજનબેન પ્રભુલાલ
મિરાણી, ગીતાબેન ઘનશ્યામભાઈ મિરાણી, ઉર્મિલાબેન
ઉમેદલાલ પૂજારા, સ્વ. રસીલાબેન ધીરજલાલ ચંદે, પુષ્પાબેન પ્રવીણભાઈ જોબનપુત્રા, શોભનાબેન અરાવિંદ કુમાર
પૂજારાના ભાઈ, કિશનભાઇ, નિરાલી હિતેનકુમાર
રૈયાના પિતા, અંબાલાલભાઈ રામજીભાઈ ચંદે, મેઘજીભાઈ રામજીભાઈ ચંદેના ભત્રીજા, મનસુખલાલ ભગવાનજીભાઈ
ગંધાના જમાઈ, હયાન, વિહાના દાદા,
ક્રિશી, પ્રીત, નંદનીના મોટાબાપા
તા. 1-5-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 2-5-2025ના સવારે 8 વાગ્યે નિવાસસ્થાન ક્રિષ્ના વાટિકા, નહેરુનગર, આણંદથી નીકળશે.
મુંબઇ : કચ્છ મંગવાણાના વતની નરેન્દ્ર કાનજી ઠક્કર (ઉ.વ. 75) તે સ્વ. કાનજી કરશનદાસ ઠક્કર
તથા સ્વ. વીરબાળાના પુત્ર, હેમલતાબેનના
પતિ, સ્વ. કુમારી રાજલ તથા મિત્તલના પિતા, સ્વ. ગોવિંદજી ચત્રભુજ ચંદન, સ્વ. શાંતાબેન ચત્રભુજ ચંદન
(તેરા-કચ્છ)ના જમાઇ તા. 30-4-2025ના
અવસાન પામ્યા છે. (પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.)
મુંબઇ : મૂળ નલિયાના હાલે સિંગાપોર જયશ્રીબેન મહેન્દ્રભાઇ ઠાકર
(ઉ.વ. 76) તે દીપક ચંદુલાલ જાની, અશોક ચંદુલાલ જાની, ચેતન
ચંદુલાલ જાની, અલ્કાબેન ચંદુલાલ જાનીના બહેન તા. 30-4-2025ના અવસાન પામ્યા છે.