ભુજ, તા. 7 : અમેરિકાના નોન ફાર્મ પેરોલના
આંકડા નબળા આંકડા જાહેર થતાં ફેડ દ્વારા વ્યાજદરમાં વધારો થવાની શક્યતા પર પાણી ફરી
વળતાં 3400ના ઉછાળા સાથે સોનાના ભાવો
સાત અઠવાડિયાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગયા છે, તો ચાંદીમાંયે સાત હજારનો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી અર્થતંત્રમાં અપેક્ષા
કરતાં ઓછા રોજગાર ઉમેરાયા અને રોજગાર સંબંધિત આંકડાઓ પણ નબળા જાહેર થવાથી ફેડ દ્વારા
વ્યાજદર ઘટાડાની શક્યતા ફરી વધી છે, તો યુ.એસ. યીલ્ડ પર દબાણ
આવ્યું અને ડોલરે નબળો પડતાં સોના માટે સકારાત્મક માહોલ સર્જાતાં ઉછાળો જોવા મળ્યો
હતો, માર્કેટમાં માંગ સામે સપ્લાય ઓછી રહેતા ચાંદીમાંયે દબાણને
પગલે વધારો જોવા મળ્યો હતો. સ્થાનિક બુલિયન બજારમાં 10 ગ્રામ સોનું 999ના ભાવોમાં વધુ રૂા. 3400નો જબ્બર ઉછાળો થઈ રૂા. 1,55,700 ભાવ રહ્યા હતા, તો ચાંદી ચોરસા એક કિલોના ભાવોમાં રૂા. સાત
હજાર વધી 2,36,000ના
ભાવ રહ્યા હતા.