• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

હવે એફસીઆરએ અને સીમાંકન મુદ્દે સંસદ ગાજશે

નવી દિલ્હી, તા. 7 : સંસદનાં ચોમાસુ સત્રમાં ત્રીજુ અઠવાડિયું પણ સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠમાં સમાપ્ત થઈ ગયું. જો કે, સરકારે આ દરમિયાન પણ અનેક મહત્ત્વના વિધેયકોને પસાર કરાવી લીધા છે અને હવે બધાની નજર બે ખરડા ઉપર અટકેલી છે. આમાં સીમાંકન અને મહિલા આરક્ષણ માટે બંધારણ સુધારા વિધેયક અને વિદેશી ભંડોળ અંગે એફસીઆરએ સુધારા વિધેયકનો સમાવેશ થાય છે. એ માટે સરકાર પાસે હવે ફક્ત બે અઠવાડિયાનો સમય બચેલો છે. સરકારે આના માટે પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવાની સૂચના આપી છે. જ્યારે કોંગ્રેસે પણ પોતાના સાંસદો માટે ત્રણ દિવસનો વ્હિપ જારી કર્યો છે, ત્યારે આગામી સપ્તાહ પણ રાજકીય ગરમીભર્યું બની રહેશે. એફસીઆરએ અને સીમાંકન વિધેયક માટે કોંગ્રેસ અને સરકાર વચ્ચે ટકરાવ પેદા થયેલો છે. સરકારનાં સૂત્રોના કહેવા અનુસાર કોંગ્રેસ કેટલાક ખ્રિસ્તી સંગઠનોનાં દબાણમાં છે. તે ઈચ્છે છે કે, કોંગ્રેસ એફસીઆરએનો વિરોધ કરે અને તેને કોઈ પણ ભોગે પસાર થવા ન દે. સીમાંકનનો વિરોધ કરવા મુદ્દે કોંગ્રેસમાં પણ એકમત નથી, જેનાં હિસાબે સંસદમાં ગતિરોધ દૂર કરવા માટે બંને વચ્ચે સહમતી સાધી શકાતી નથી. સરકાર આગામી બે દિવસમાં રણનીતિ તૈયાર કરશે. કહેવાય છે કે, સોમવારે નક્કી થશે કે, ક્યો ખરડો ક્યારે લાવવામાં આવશે, જેમાં એફસીઆરએ બિલને ચાલુ સત્રમાં લાવીને સીમાંકન ખરડા માટે વિશેષ સત્રને પસંદ કરવામાં આવશે.

Panchang

dd