ગાંધીધામ, તા. 7 : પૂર્વ કચ્છમાં પોલીસે ભચાઉ
તથા રાપરના પાલનપરમાં જુગાર અંગેની બે કાર્યવાહી કરી હતી, જેમાં 12 ખેલી ઝડપાયા હતા અને બે નાસી
જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 72,950 જપ્ત કરાયા હતા. ભચાઉમાં લોધેશ્વર
પાંજરાપોળથી કેનાલ જતા રસ્તા પર યશપાલસિંહ વનરાજસિંહ જાડેજાના ખેતરમાં લાઇટના અજવાળામાં
અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ ખેતરમાં છાપો માર્યો હતો.
અહીં પતા ટીંચતા કુલદીપસિંહ ભીખુભા જેઠવા, આશિષ નટવરલાલ રાઠોડ, છત્રપાલસિંહ ધનરાજસિંહ જાડેજા,
હરપાલસિંહ સુરુભા જાડેજા, યશપાલસિંહ વનરાજસિંહ
જાડેજા, પ્રહલાદસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, વશરામ નાથા ગાડલિયા (લુહાર) તથા વિશ્વજીતસિંહ હરદેવસિંહ ઝાલાની અટક કરી રોકડ
રૂા. 58,650 તથા સાત ફોન એમ કુલ્લ રૂા.
2,98,650નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજીબાજુ પાલનપર ગામમાં દીવાબત્તીના અજવાળામાં પતા ટીંચતા મિલન જગદીશ કોળી, કાનજી જીવા કોળી, નવીન
હાજા કોળી તથા રમેશ તેજા કોળીની ધરપકડ કરાઇ હતી. જ્યારે વિપુલ તેજા કોળી અને માધવ હાજા
કોળી નામના શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 14,3000 હસ્તગત કરાયા હતા.