ગાંધીધામ, તા. 23 : અંજારના વીડી ગામની સીમમાં
આગળ ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રેઈલર ભટકાતાં ટ્રકના ચાલક શકુર અબ્દુલ્લા સમા (ઉ.વ. 42) (રહે. દિનારા)એ જીવ ખોયો હતો.
દિનારામાં રહી સમાઘોઘા મુંદરાની મોમાઈ ટ્રાન્સપોર્ટમાં કામ કરનાર શકુર સમા નામનો યુવાન
રાજકોટથી ટ્રક લઈને મુંદરા બાજુ આવી રહ્યો હતો. અંજાર-મુંદરા ધોરીમાર્ગ વીડી બાયપાસ
માર્ગ પર તેની ટ્રક નંબર જી.જે.-12 - સીટી-6562માં ખોટીપો સર્જાતાં તે તપાસ
કરવા નીચે ઊતર્યો હતો. ગત મોડી રાતે તે ટ્રક તપાસ કરી રહ્યો હતો. દરમ્યાન પાછળથી આવતું
ટ્રેઈલર નંબર જી.જે.- 12-સી.વી-0106 આ ટ્રકમાં પાછળથી ઘૂસી ગયું
હતું, જેમાં ટ્રક તપાસ કરી રહેલા શકુર સમાને ઈજાઓ
પહોંચતાં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો
હતો. આ ટ્રેઈલરચાલક સામે ઈમામદ્દીન અબ્દુલ્લા સમાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.