નવી દિલ્હી, તા. 16 : આઈપીએલ
ઓક્શન પૂર્વે ખેલાડીઓની અદલાબદલીનો દોર તેજ બન્યો છે, જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ સધાઈ
છે. આ સોદા હેઠળ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી અને
ડાબોડી સ્પિનર એમ. સિદ્ધાર્થ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાશે, જ્યારે ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન લખનઉની ટીમમાં સામેલ થશે. જોકે,
આ ટ્રેડની ઔપચારિક પ્રક્રિયા હજુ બાકી છે. શમીએ આઈપીએલ 2026માં
13 મેચમાં
12 વિકેટ
ઝડપી હતી. રાજસ્થાન રોયલ્સમાં શમી અને જોફ્રા આર્ચરની અનુભવી જોડી ટીમના બાલિંગ આક્રમણને
નવી ધાર આપી શકે છે. બીજી તરફ, ઈજાને કારણે ગત સિઝન ગુમાવનાર
સેમ કરન માટે લખનૌ ત્રીજી આઇપીએલ ફ્રેન્ચાઈઝી બનશે; અગાઉ તે પંજાબ
અને ચેન્નાઈ તરફથી રમી ચૂક્યો છે. લખનઉમાં કરન ફરી એકવાર ડિરેક્ટર ટોમ મૂડીના માર્ગદર્શન
હેઠળ રમશે.