વાલિંગ્ટન, તા. 26 : ભારતીય ટી-20 ટીમ ન્યૂઝીલેન્ડ સામે ચાલી
રહેલી પાંચ ટી20 મેચોની શ્રેણી જીતવાના ઉદ્દેશ્ય
સાથે આવતીકાલે મંગળવારે મેદાનમાં ઉતરશે. ભારતીય સમય મુજન મેચ બપોરે 12:30 કલાકે શરૂ થશે. ઇશાન કિશન ઇજાના
કારણે આ મેચમાંથી પણ બહાર રહેશે. જેના સ્થાને વૈભવ સૂર્યવંશીને તક મળી શકે છે. ભારતે
પ્રારંભિક બંને મુકાબલા જીતીને 2-0ની નિર્ણાયક
સરસાઈ મેળવી લીધી છે. આગામી મેચ વાલિંગ્ટનના ઐતિહાસિક હેનરી સ્ટેડિયમ ખાતે રમાશે. આ
મેદાન પર ભારતે ઓછી મેચ રમી છે. ટીમ ઇન્ડિયાએ અહીં અત્યાર સુધીમાં માત્ર ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મુકાબલા રમ્યા
છે, જેમાંથી ભારતને ફક્ત એક જ મેચમાં સફળતા સાંપડી
છે. હાલની ભારતીય ટીમ પર નજર કરીએ તો વર્તમાન સ્ક્વોડમાંથી માત્ર ચાર ખેલાડીઓ પાસે
જ હેનરી સ્ટેડિયમની પીચ પર રમવાનો અનુભવ છે. કેપ્ટન શ્રેયસ ઐયર, વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન અને ઓલરાઉન્ડર શિવમ દુબે 31 જાન્યુઆરી, 2020ના રોજ ન્યૂઝીલેન્ડ
સામેની મેચમાં આ મેદાન પર ઉતરી ચૂક્યા છે. આ ત્રણેય માટે આ ગ્રાઉન્ડ પર એ એકમાત્ર મુકાબલો
હતો. બીજી તરફ, અનુભવી સ્વિંગ બોલર ભુવનેશ્વર
કુમાર 6 ફેબ્રુઆરી, 2019ના રોજ અહીં
પોતાની બાલિંગની કરી ચૂક્યો છે. આ જો પીચમાં ધીમા બોલરો માટે ટર્ન અને ગ્રિપ ઉપલબ્ધ
હશે, તો કુલદીપ યાદવ જેવા ચાઇનામેન બોલરને રમાડવામાં
આવે તો ન્યૂઝીલેન્ડ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. જોકે, કુલદીપને ટીમમાં સ્થાન મળશે કે નહીં તે પ્રશ્ન છે. ડાબા હાથના વિકેટકીપર-બેટ્સમેન
ઈશાન કિશનનાં સ્થાને કુમાર કુશાગ્રનો ઈશાનના બેકઅપ વિકેટકીપર તરીકે ભારતીય ટી-20 ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો
હતો. તેને તક મળે તેવી શક્યતાઓ પણ છે.