• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

લોજીસ્ટીક ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગથી કાર્યક્ષમતા વધશે

ગાંધીધામ, તા. 26 : કંડલા સંકુલના પરિવહન ઉદ્યોગમાં ડિજિટલ લોજાસ્ટિક ની વ્યવસ્થાઓ થકી વેપારની કાર્યક્ષમતા વધે અને વિકાની નવી તકો સર્જાય તે હેતુથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ના સહયોગથી નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલોપમેન્ટ કોર્પોરેશન સાથે સંકળાયેલી લોજાસ્ટિક ડેટા સર્વિસ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે ગાંધીધામ કંડલા સંકુલ દેશના મહત્વપૂર્ણ આયાતની ખાસ અને લોજિસ્ટિક કેન્દ્રો પૈકીનું એક છે. લોજિસ્ટિક સેવાઓની ઉપલબ્ધતા, યોગ્ય દરોની સરખામણી, દસ્તાવેજી કરણ અને સમયસર સંકલન માટે ડિજિટલ પ્લેટફોમનો ઉપયોગ વ્યવસાયકારો માટે નવી તકો ઊભી કરી શકશે માનદ મંત્રી મહેશ તીર્થાણીએ એલ ઈ એમ પી દ્વારા પરિવહનના વિવિધ માધ્યમો અંગે વિગતો આપી હતી. એન એલ ડી એસ એલ ના સલાહકાર નિવૃત્ત મેજર જનરલ સમશેરાસિંહ અહલાવતે કહ્યું હતું કે લોજાસ્ટિકના ક્ષેત્રમાં માહિતીનું સંકલન સેવા પ્રદાતાઓ વચ્ચે કનેક્ટિવિટી ઊભી કરશે. એન.એલ.ડી.એસ.એલના પ્રોજેક્ટ કોર્ડીનેટર વૈભવ સિંહે એલઇએમપીની કાર્ય પદ્ધતિ અને તેના વિવિધ વિભાગોની વ્યવહારો ઉપયોગીતા અંગે સમજ આપી હતી. ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારખ, સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર, કારોબારી સભ્યો હરીશ માહેશ્વરી, યોગેશ ઠક્કર, કમલેશ રામચંદાની, હેમચંદ્ર યાદવ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd