ગાંધીધામ, તા. 26 : ટ્રેનો તથા રેલ પરિસરોમાં મોબાઈલ
ફોન અને ઓડિયો ડિવાઇસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અનુરોધ કરવામાં
આવ્યો છે. મુસાફરોને દુવિધા પહોંચાડવામાં આવશે અને ટ્રેન તથા પરિસરમાં ઉપદ્રવ ફેલાવવામાં
આવશે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરીને 1000 સુધીનો દંડ વસૂલવામાં આવશે રેલવે દ્વારા જારી કરાયેલી અખબારી
યાદીમાં જણાવ્યા પ્રમાણે ટ્રેનોમાં ફુલ અવાજમાં મોબાઇલ ઉપર રીલ જોવામાં આવે છે અને
અન્ય વીડિયો તથા ફિલ્મ જોતા હોય છે, તેમાં અવાજ વધુ હોવાથી મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રેલવેને આ
બાબતે વ્યાપક ફરિયાદો મળી હતી, જેના પગલે પશ્ચિમ રેલવે દ્વારા
ટ્રેનોમાં મોબાઈલ ફોન અને ઓડિયો ડિવાઇસનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો
છે. એ તેમ છતાં જો કોઈ વ્યક્તિ દ્વારા મોબાઈલ ઉપર ઊંચા આવજે વાતચીત કરીને તથા વીડિયો
જોઈને મુસાફરોને સુવિધા પહોંચાડશે અને રેલ પરિસરમાં ઉપદ્રવ ફેલાવશે તો રેલવે દ્વારા
કાર્યવાહી કરવામાં આવશે. સત્તાવાર રેલવે કર્મચારીઓ દ્વારા મોબાઈલ ફોનમાં ઈયર ફોનના
ઉપયોગ વિના રીલ ન જોવા કહેવામાં આવશે. તેમ છતાં જો કોઈ વ્યક્તિ અથવા તો મુસાફર દ્વારા
ઉપદ્રવ ફેલાવાશે તો 1000 રૂપિયા સુધીનું
દંડ વસૂલવામાં આવશે.