• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ફુલરા ગામના સિમેન્ટ રોડ કામમાં ગેરરીતિની રાવ સાથે હોબાળો

દયાપર (તા. લખપત), તા. 26 : તાલુકાના ફુલરા ગામમાં સિમેન્ટ રોડનું કામ ચાલી રહ્યું છે પરંતુ જમીનમાં ખોદકામ કર્યા વગર સીધેસીધું મેટલ, સિમેન્ટ નખાતાં ગામના જાગૃત નાગરિકએ કામ અટકાવ્યું હતું અને મશીનના આડે ઊભા રહી ગયા હતા. ગામના સુમરા સુલેમાન હુસેનએ તાલુકા વિકાસ અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, રોડનાં કામની ગુણવત્તા જળવાતી નથી. ગ્રામ પંચાયતમાં વર્કઓર્ડર અંગે માહિતી માગી તા.પં. દ્વારા પણ હુકમ થયેલ છતાં તેનો અનાદર કરી માહિતી છુપાવવામાં આવે છે. કોલીવાસમાં રસ્તો બન્યો નથી છતાં વર્કઓર્ડર મળી ગયો છે કામ નથી થયું. કોલીવાસથી હાઈવે રોડ સુધીના સીસીરોડ કામ અંતર્ગત અગાઉ પણ ફરિયાદ કરાઈ હતી જેનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ વખતે તપાસ કરાય અને જવાબદારો સામે પગલાં ભરાય તેવી પત્રમાં માંગ કરાઈ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd