• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

વિરોધ કૂચ પૂર્વે ઈમરાનના બહેનની ધરપકડ

લાહોર, તા. 20 : પાકિસ્તાનની જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના બહેન અલીમા ખાનને તેમના ઘરની બહારથી ધરપકડ કરવામાં આવી છે. અલીમા જેલમાં ઇમરાનના વર્તન અંગે અવાજ ઉઠાવતી રહી છે. કૂચ સહિતના દેખાવો કરે તે પહેલાં  તેમને ઝડપી લેવાયા છે. તેમણે તાજેતરમાં આ મુદ્દા પર વાત કરી હતી. શાહબાઝ સરકારની પોલીસ દ્વારા આ કાર્યવાહી તેના થોડા દિવસો પછી જ કરવામાં આવી છે. તે ઈમરાનની મુક્તિની માંગ સાથે 27 સપ્ટેમ્બરના પીટીઆઈના પ્રદર્શનમાં જોડાવાના હતા. ઈમરાનના પક્ષે અલીમા સામેની કાર્યવાહી વખોડી 27મીના દેખાવને ઉગ્ર રીતે કરવાની જાહેરાત કરી હતી. લાહોરના ડેપ્યુટી કમિશનર દ્વારા જાહેર વ્યવસ્થા જાળવણી અધિનિયમ હેઠળ કરાયેલા આદેશ મુજબ, અલીમા ખાનને 30 દિવસ માટે અટકાયતમાં અથવા ધરપકડ કરી શકાય છે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે લાહોરના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં જિલ્લા ગુપ્તચર સમિતિની બેઠક આજે યોજાઈ હતી અને શહેરમાં શાંતિ જાળવવા માટે ઇમરાન ખાનના બહેન અલીમા ખાનને અટકાયતમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પંજાબ પોલીસે અલીમા ખાનને તેના ઘરની બહાર બળજબરીથી અટકાયતમાં લીધા હોવાના અહેવાલ છે. હાલમાં તેમને અને તેના ડ્રાઇવરને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે અને તેની ધરપકડનું કારણ પણ આપવામાં આવ્યું નથી. તેના સમર્થકો માંગ કરી રહ્યા છે કે તેના પરિવાર અને કાનૂની પ્રતિનિધિઓને તેના ઠેકાણા, તેની અટકાયત માટેના કાનૂની આધાર અને કયા કેસ હેઠળ તેણીની ધરપકડ કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવે. અલ જઝીરાએ પીટીઆઈ પંજાબના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેનને 27 સપ્ટેમ્બરે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની લોંગ માર્ચ પહેલાં લાહોર સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, પોલીસે 27 સપ્ટેમ્બરના આયોજિત વિરોધ પ્રદર્શન પહેલાં પીટીઆઈના ચાર કાર્યકરોની ધરપકડ કરી હતી. તેમની મુખ્ય માંગ ઓગસ્ટ 2023થી જેલમાં રહેલા ઇમરાન ખાનની તાત્કાલિક મુક્તિ છે. દરમ્યાન પીટીઆઈના સંભવિત દેખાવોથી ગભરાયેલી સરકારે એક તરફ પક્ષના કાર્યકરો-નેતાઓની ધરપકડ કરી દેખાવોને નબળા પાડવાના પ્રયાસ કર્યા છે, તો બીજી તરફ ઈસ્લામાબાદ પોલીસે સંભવિત પ્રદર્શનને લઈ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd