ગાંધીધામ, તા. 20 : શહેરના નવી સુંદરપુરી રામબાગ
રોડ આહીરવાસમાં આવેલા એક મકાનમાં પોલીસે છાપો મારી રૂા. 39,820નો દારૂ જપ્ત કર્યો હતો. પરંતુ
આરોપી ગેરહાજર મળ્યો હતો. શહેરના નવી સુંદરપુરી આહીરવાસમાં રહેનાર સુંદિપ ઉર્ફે ચાંદ
લક્ષ્મણ બાડોલીયા નામનો શખ્સ દારૂ વેંચતો હોવાની તથા તે પ્રવૃતી હાલમાં ચાલુ હોવાની
સચોટ બાતમી સ્થાનીક પોલીસને મળી હતી જેયના આધારે પોલીસ આ શખ્સના કબજાના મકાન પાસે ગઇ
હતી પરંતુ પોલીસ આવતી હોવાની જાણ આ શખ્સને પણ બાત્મી મળી ગઇ હોય તેમ તે ઘરે હાજર નહોતો.
આ મકાનમાંથી ગ્રીનલેબલ, વાઇટલેબલ વોડકા,
એઇટ પી.એનની બોટલો કવાર્ટરીયા એમ કુલ રૂા 39,820નો દારૂ જપ્ત કરાયો હતો. હાથમા
ન આવેલા આ શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.