નવી દિલ્હી, તા. 17 : એશિયન ગેમ્સ-2026 માટેની અફઘાનિસ્તાનની ક્રિકેટ
ટીમ આજે જાહેર થઇ હતી. નિયમિત કપ્તાન રાશિદ ખાન,
રહમતુલ્લાહ ગુરબાજ અને અજમતુલ્લાહ ઓમરાઝાઇને ટીમમાં સામેલ કરાયા નથી.
1પ ખેલાડીની અફઘાનિસ્તાન ટી-20 ટીમનું સુકાન પહેલીવાર દરવિશ
રસૂલીને સોંપવામાં આવ્યું છે. એશિયન ગેમ્સ જાપાન ખાતે 24 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર દરમિયાન રમાશે. અફઘાન ટીમમાં કેટલાક
નવા ખેલાડીઓ વિકેટકીપર મોહમ્મદ ઇશાક, હસન ઇસાખિલ, ખાલિદ તાનિવાલ અને ઇમરાન મીરને સામેલ કરાયા
છે.