• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

માંજરેકર અને તેંડુલકરની એલિટ ક્લબમાં જયસ્વાલ સામેલ

નવી દિલ્હી, તા.17: શ્રીલંકા અને ભારત વચ્ચે ગોલમાં પહેલી ટેસ્ટ મેચમાં ઉતરવા સાથે જ ભારતના યુવા ડાબોડી બેટર યશસ્વી જયસ્વાલે ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. તેની કેરિયરની આ 30મી ટેસ્ટ છે. દિલચશ્પ વાત એ છે કે તે  તમામ 30 ટેસ્ટ મેચ અલગ-અલગ સ્ટેડિયમ કે સ્થળ પર રમ્યો છે. આ સાથે જ યશસ્વી જયસ્વાલ ભારતના પૂર્વ બેટધર સંજય માંજરેકર (સતત 33 ટેસ્ટ મેચ અલગ અલગ વેન્યૂ પર) અને મહાન સચિન તેંડુલકર (સતત 32 ટેસ્ટ) બાદ સળંગ 30 ટેસ્ટ મેચ અલગ અલગ સ્થળ પર રમનારો ભારતીય ખેલાડી બન્યો છે. સંજય માંજરેકર અને સચિન તેંડુલકરની આ એલિટ કલબમાં હવે યશસ્વી જયસ્વાલ સામેલ થયો છે.

Panchang

dd