રાંચી, તા. 17 : છેલ્લા 24 દિવસથી જારી છાત્રોનું આંદોલન
ઉગ્ર બન્યું છે, ત્યારે આખરે ઝૂકી પડેલી
ઝારખંડની સરકારે સોમવારે જેપીએસસી બાદ જેએસએસી-સીજીએલ પરીક્ષા પણ રદ કરી નાખી હતી.
મુખ્યમંત્રી હેમંત સોરેને આજે રાતે આ મોટા ફેંસલા અંગે જાણકારી આપી હતી. મંત્રીઓ સાથે
ચાર કલાક ચાલેલી બેઠકના અંતે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રી સોરેને
જણાવ્યું હતું કે, સીટ અને સીઆઈડી બન્નેની તપાસમાં ચોંકાવનારાં
તથ્યો સામે આવ્યાં છે. અનેક કંપનીઓનું એક જટિલ અને આપસમાં જોડાયેલું નેટવર્ક સામેલ
છે. 2014થી અત્યાર સુધી યોજિત તમામ
પરીક્ષાઓની વ્યાપક તપાસ સીઆઈડી દ્વારા કરાવાશે. દરમ્યાન, અગાઉ અનશન પર છે તેવા છાત્ર નેતા દેવેન્દ્રનાથ
મહતોએ ચેતવણી આપી હતી કે, 20 ઓગસ્ટના સીએમ હાઉસને ઘેરશું. છાત્રો તૂટી પડશે, ત્યાંથી હટશે નહીં, હવે
છાત્રો માનવાના નથી, તેવું મહતોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે
કે, હજુ ગઈકાલે રવિવારે જ યુજીસી-નેટની અંગ્રેજી, કોમર્સ, સોશિયોલોજી વિષયોની પરીક્ષા રદ કરાઈ હતી.