વવાર, (તા.
મુંદર), તા. 17 : મુંદરા-ગાંધીધામ હાઇવે પર મોખા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ
પરની રેલિંગ અડધી તૂટી ગઈ છે અને એના સળિયા જોખમી બન્યાની ફરિયાદ ઊઠી છે. સ્થળ પરથી
જાગૃત નાગરિકોએ ભય વ્યક્ત કર્યો કે, જવાબદાર તંત્રની બેદરકારી નિર્દોષ વાહનચાલકોનો ભોગ લેશે. મુંદરા-ગાંધીધામ સતત
વાહનોથી ધમધમતો રસ્તો છે. આવા રોડ પર કેનાલ પરની તૂટેલી રાલિંગ અને બહાર નીકળેલા સળિયા
જોખમ ઊભું કરે છે. કેનાલમાં પાણીનું વહેણ પણ ચાલુ હોય છે એટલે તૂટેલી રાલિંગને કારણે
વાહન સીધું પાણીમાં ખાબકી શકે છે. રાત્રે ફુલ હેડલાઈટમાં વાહનચાલકની થોડી ભૂલ પણ મોટો
અકસ્માત સર્જી શકે છે. જવાબદાર તંત્ર પગલાં લે એવી વાહનચાલકોની માગણી છે. વધુમાં લોકોએ
જણાવ્યું કે, સમસ્યા માત્ર અહીં જ નથી, કેનાલ દ્વારા બનાવી આપવામાં આવેલા રસ્તા ઉપર ગાંડા બાવળોથી જાણે રસ્તો જ બંધ
થયો છે, પણ જવાબદાર તંત્રને લોકોની હાલાકી ઉકેલવામાં રસ જ નથી. કેનાલના રસ્તાની મરંમત તેમજ ગાંડા બાવળોને
કટિંગ કરાવવા માગણી ઊઠી છે. (તસવીર /અહેવાલ : માણેક ગઢવી)