• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

હોકીમાં ઈંગ્લેન્ડ સામે ભારતની હાર

એમ્સટલ્વિન, તા. 17 : હોકી વિશ્વ કપની આજની મેચમાં ભારતીય પુરુષ ટીમનો ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 2-4 ગોલથી આંચકારૂપ પરાજય થયો હતો. પૂલ ડીમાં વેલ્સ સામે 3-1થી વિજયી શરૂઆત કરનાર ભારતીય હોકી ટીમ ઈંગ્લેન્ડ સામે જીત મેળવી શકી ન હતી. આ હારથી વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ વિરૂધ્ધ 32 વર્ષથી ચાલ્યો આવતો વિજયનો દુકાળ ભારતીય ટીમ ખતમ કરી શકી ન હતી. ભારતની હવે પછીની મેચ 19મીએ પાકિસ્તાન સામે છે જે જીતવી જરૂરી બનશે. મેચમાં એક સમયે ભારતે 2-1ની સરસાઇ બનાવી હતી, પણ ત્રીજા અને ચોથા કવાર્ટરમાં ઈંગ્લેન્ડે જોરદાર વાપસી કરી 3 ગોલ કરી મેચ 4-2થી જીતી લીધી હતી. ઇંગ્લેન્ડ તરફથી 13મી, 38મી, 42મી અને પ4મી મિનિટે ગોલ થયા હતા. ભારત તરફથી કપ્તાન હરમનપ્રિત સિંઘે 16મી અને દિલપ્રિત સિંઘે 24મી મિનિટે ગોલ કર્યાં હતા. ઈંગ્લેન્ડ સામેની હારથી ભારતીય ટીમ પૂલ ડીમાં 3 અંક સાથે બીજા સ્થાને છે. ભારતની ટકકર હવે પાકિસ્તાન સામે બુધવારે થશે.

Panchang

dd