• શનિવાર, 11 જુલાઈ, 2026

ફ્રાંસ સતત ત્રીજીવાર સેમિ ફાઇનલમાં

ફોક્સબોરો, તા. 10 : ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી ટીમ ફ્રાંસ ફૂટબોલ વર્લ્ડ કપમાં સતત ત્રીજીવાર સેમિ ફાઇનલમાં પ્રવેશી છે. ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાંસનો મોરક્કો વિરુદ્ધ 2-0 ગોલથી શાનદાર વિજય થયો હતો. પહેલા હાફમાં મોરક્કોના ગોલકીપર યાસીન બોનોએ ફ્રાંસના સ્ટાર સ્ટ્રાઇકર કિલિયન એમ્બાપેની પેનલ્ટી બચાવી હતી, પણ બીજા હાફમાં ફ્રાંસે 6 મિનિટની અંદર બે ગોલ કરી મેચ પોતાના નામે કરી લીધો હતો. ફ્રાંસ તરફથી પહેલો ગોલ મેચની 60મી મિનિટે સ્ટાર ખેલાડી કિલિયન એમ્બાપેએ કર્યો હતો. મોરક્કોના ત્રણ ખેલાડીથી ઘેરાયેલા હોવા છતાં એમ્બાપેએ બેક લિફ્ટની જબરદસ્ત તાકાતથી ગોલ કર્યો હતો. આ પછી 66મી મિનિટે ઉસ્માન ડેમ્બેલે શાનદાર ગોલ કરી ફ્રાંસની સરસાઇ 2-0 કરી દીધી હતી. જે અંત સુધી જળવાઈ રહી હતી. - એમ્બાપેનો રેકોર્ડ : મેસ્સીની લગોલગ : ફ્રાંસના દિગ્ગજ ખેલાડી 27 વર્ષીય એમ્બાપેની વર્તમાન ફીફા વર્લ્ડ કપમાં કુલ 8 ગોલ થયા છે. આ સાથે જ તે ગોલ્ડન બૂટની રેસમાં આર્જેન્ટિનાના મહાન ખેલાડી લિયોનલ મેસ્સીની બરાબરી પર આવી ગયો છે. મેસ્સીના ખાતામાં પણ હાલ 8 ગોલ છે. એમ્બાપેનો આ ત્રીજો ફીફા વર્લ્ડ કપ છે અને કુલ 20 ગોલ થયા છે. આ સામે મેસ્સી 6 વિશ્વ કપ રમી 21 ગોલ સાથે હાલ ટોચ પર છે. એમ્બાપેએ સૌથી નાની વયે વર્લ્ડ કપમાં 20 ગોલનો પણ રેકોર્ડ બનાવ્યો છે. 

Panchang

dd