• શનિવાર, 11 જુલાઈ, 2026

બિગ બેશ લીગની ઉદ્ઘાટન મેચ ચેન્નાઇમાં રમાશે

મેલબોર્ન, તા.10 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલ સહયોગને નવી ઉંચાઇ મળશે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની આલ્બાનીજની મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિશેષ મુલાકાત યોજાઇ હતી. આ તકે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી સ્ટીવ વો હાજર રહ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમતગમતનો જૂનો નાતો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કર્યું હતું કે બિગ બેશ પુરુષ ટી-20 લીગની ઉદ્ઘાટન મેચ ડિસેમ્બરમાં ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમ પર આયોજિત કરવામાં આવશે. જે ભારતમાં વિદેશી લીગની પ્રથમ મેચ બની રહેશે. મેચ અગાઉ એક સપ્તાહ માટે ગુડ ડે નમસ્તે નામક કાર્યક્રમ યોજાશે. જેમાં ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિ, વ્યાપાર અને રમત સાથે જોડાયેલા જુદા જુદા કાર્યક્રમો યોજાશે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશમાં ક્રિકેટ પ્રત્યે અજબ લગાવ છે. એક સહિયારું ઝનૂન છે. વડાપ્રધાને સ્ટિવ વોને 20 વર્ષ જૂની તસવીર ભેટ આપી હતી. 

Panchang

dd