• શનિવાર, 11 જુલાઈ, 2026

લોર્ડસ ટેસ્ટ : ભારતનો દાવ 285માં સમેટાયો

લંડન, તા. 10 : ઐતિહાસિક લોર્ડસ મેદાન પર પહેલીવાર રમાઇ રહેલી મહિલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમ 74.5 ઓવરમાં 285 રને પહેલો દાવ સમેટાયો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ઇંગ્લેન્ડે સાત ઓવરમાં એક વિકેટે 13 રન બનાવ્યા હતા. ટેમી બોમોન્ટ બે રને આઉટ થઇ હતી. માયા બુરોર 9 અને હેદર નાઇટ 1 રને દાવમાં હતા. પહેલા દિવસે ચાના સમયની એક કલાક બાદ દીપ્તિ શાનદાર અર્ધસદી કરી રમતમાં હતી. આ પહેલા સ્મૃતિ મંધાના સદી ચૂકી 108 દડામાં 11 ચોગ્ગા-1 છગ્ગાથી 83 રને આઉટ થઇ હતી. હરમનપ્રિત કૌરે પ8 રનની કેપ્ટન ઈનિંગ રમી હતી અને સ્મૃતિ સાથે ચોથી વિકેટમાં 89 રનની ભાગીદારી કરી હતી. દીપ્તિ શર્માએ 57 રન બનાવ્યા હતા. ટોસ જીતી ઈંગ્લેન્ડે બોલિંગ પસંદ કરી હતી. ભારતની શરૂઆત નબળી રહી હતી અને શેફાલી વર્મા ઝીરોમાં આઉટ થઇ હતી. આ પછી યાસ્તિકા ભાટિયા 12 રને પાછી ફરી હતી. 37 રનમાં 2 વિકેટ પડી ગયા બાદ સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સ વચ્ચે ત્રીજી વિકેટમાં 64 રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી. જેમિમા સેટ થયા પછી 3પ રને આઉટ થઇ હતી જ્યારે ઋચા ઘોષ 13 રને આઉટ થઇ હતી. ઈંગ્લેન્ડ મહિલા ટીમ તરફથી સોફી એક્સલટને 3 જ્યારે લોરેન બેલને 1, ઇસી વોંગ, લોરેન સઇલર અને મેડી વિલિયર્સે 2-2 વિકેટ લીધી હતી. ભારતીય મહિલા ટીમ તરફથી શ્રી ચરણીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 

Panchang

dd