રાપર, તા. 1 : એકવાર ગેડી આવવા માટે સાતવાર
વિચારવું પડતું એવી ગેડીને જોડતા રસ્તાઓની હાલતને જોડતા ચાર રસ્તાનું ધારાસભ્યના પ્રયત્નોથી
ખાતમુહૂર્ત કરવામાં આવતાં 14.25 કરોડનાં ખર્ચે ગેડીનાં વિવિધ
રસ્તાઓ અને ગ્રામ પંચાયત ઘરના ખાતમુહૂર્ત પ્રસંગે
વક્તાઓએ જણાવ્યું હતું. સમારોહમાં રાપર સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ સોલંકીએ
પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. જિલ્લા ભાજપના
મંત્રી ઉમેશભાઈ સોનીએ ગેડીના ચાર રસ્તાઓને
ચતુર્ભુજ યોજના ગણાવી એકસાથે 14 કરોડના ખર્ચે
ચાર રોડ મંજૂર કરાવવા એ ધારાસભ્યની સિદ્ધિ
હોવાનું જણાવ્યું હતું. રાપર તાલુકામાં કચ્છનાં
અન્ય તાલુકાઓની તુલનાએ સૌથી વધુ 40 ગ્રામ પંચાયત
ઘરો અને શાળાનાં ઓરડાઓ ધારાસભ્યના સક્રિય પ્રયત્નોથી બન્યા હોવાનું રાપર તાલુકા પંચાયતના
કારોબારી ચેરમેન જયદીપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. નર્મદા કેનાલ આવતાં વાગડવાસીઓનું
જીવનધોરણ ઉંચું આવ્યું હોવાનું જણાવી જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે તે માટે રાસાયણિક
ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળી સજીવ ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. તાલુકા પંચાયતના
પૂર્વ પ્રમુખ હમીરજી સોઢાએ જણાવ્યું હતું કે, પહેલાં કેનાલ માટે મઢુત્રા અને સલીમગઢ સુધી રજૂઆત કરવા ધક્કા ખાવા પડતાં જે
ધારાસભ્યની સક્રિયતાથી બંધ થઈ ગયા છે. તેમના સમભાવ અને સદ્દભાવ સાથે સૌનું કામ કરવાની
ભાવનાને બિરદાવી હતી, તો કંધૂકા ડેમ ભરવા કે પલાંસવા ટીક્કર અને
એકલ બાંભણકા રોડ જેવા અશક્ય લાગતાં કામો પણ તેમની કુનેહથી શક્ય બન્યાં હોવાનું જણાવ્યું
હતું. 14.25 કરોડના ખર્ચે માર્ગ અને મકાન
વિભાગ દ્વારા મંજૂર થયેલા ગેડીથી દેશલપર એક કિમી સુવિધાપથ 1.50 કરોડના ખર્ચે, ગેડીથી દેશલપર છ કિમી રોડનું છ કરોડના ખર્ચે
રિસર્ફેસીંગ, ગેડીથી શક્તિનગર રોડનું 5ાંચ કિમી રિસર્ફેસીંગ 2.5 કરોડનાં ખર્ચે, ગેડી એપ્રોચ રોડનું આઠ કિમી રિસર્ફેસીંગ 4.40 કરોડના ખર્ચે, થાનપરથી શક્તિનગર રોડનું પાંચ કિમી રિસર્ફેસીંગ
અને 34.80 લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત
ઘરનાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ ગેડી ખાતે યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાસ્ત્રોક્તવિધિથી
ખાતમુહૂર્ત કર્યા બાદ તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયાએ શાબ્દિક સ્વાગત અને સંચાલન કર્યું
હતું. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી. આભારવિધિ તાલુકા પંચાયત
સા.ન્યા.સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરીએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં સદસ્ય
રાજુભા જાડેજા, ભગાભાઈ આહીર, તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા, પૂર્વ ઉપપ્રમુખ
કાનજીભાઈ ગોહિલ, મોહનભાઈ બારડ, વેલજીભાઈ
સિંધવ, ડાયાભાઈ વાઘાણી, ગજુભા વાઘેલા,
તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રાસિંહ વાઘેલા, શહેર
ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા, ભીખુભા સોઢા, દિલીપ જાદવ, વિનુભાઈ થાનકી, ગેડી સરપંચ પરબતભાઈ વજાણી, ઉપસરપંચ મહેન્દ્ર મુરાણી, સેલારી સરપંચ મહેશભાઈ ચૌધરી,
ગેડી તથા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં રાજકીય-સામાજિક અગ્રણીઓ
અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.