• સોમવાર, 02 માર્ચ, 2026

આદિપુરમાં ભજનોના કાર્યક્રમનું આયોજન કરાયું : ગાંધીધામનો સ્થાપનાદિન પણ ઊજવાયો

આદિપુર, તા. 1 : અહીં ચેટીચાંદના દિવસે વોર્ડ નં.6-બીમાં આવેલા ઝુલેલાલ મંદિર ખાતે આરતી, અખો, પલઉ તેમજ ભજનના ધાર્મિક કાર્યક્રમની સાથોસાથ ગાંધીધામ સ્થાપના દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. દાદા દુ:ખાયલનું ગીત `અસાંજો પ્યારો ગાંધીધામ'ને રોશન ગોપલાણીનો સ્વર મળ્યો હતો. સિંધી ભાષા સંસ્કૃતિ પર ક્વિઝ તથા ગાંધીધામની સ્થાપનાનો ઈતિહાસ એસ.વી. ગોપલાણીએ રજૂ કર્યા હતા. બાની રામચંદાણી દ્વારા ગીતો તેમજ મહિલા મંડળ દ્વારા ભજનો રજૂ કરાયા હતા. સાધુ વાસવાણી સોસાયટીના પ્રમુખ મનુભાઈ ગોપલાણી ઉપરાંત સભ્ય રામ તોલાણી, પૂનમ વાસવાણી, રમેશ અજવાણી, અમિત કોડવાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સોનાલીબેને આયોજન સંભાળ્યું હતું.    

Panchang

dd