ભુજ, તા. 1 : સ્વામિનારાયણ મંદિર કુંદગલી
એકાદશીના મંદિરમાં બિરાજમાન નરનારાયણ આદિ દેવોને કેસુડાના વાઘા ધરાવવામાં આવ્યા હતા.
પ્રસાદી સ્વામિનારાયણ મંદિરમાં કુંજગલી ઉત્સવની ઉજવણી કરાઇ હતી, જેમાં અંદાજિત ત્રણ હજાર ફૂટ વિવિધ લતાઓ,
વેલીઓના સથવારે કુંજગલીનું નિર્માણ કરાયું હતું. નીલકંઠચરણદાસ સ્વામીએ
જણાવ્યું હતું કે, કુંજગલી એકાદશી અને ધુળાટીનો ખૂબ મહિમા છે.
નૂતન મંદિરના ધર્મનંદનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત,
ભગવતજીવન- દાસજી, વહીવટી કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી
વિ. સંતો દર્શને પધાર્યા હતા. પ્રસાદી મંદિરના દેવકૃષ્ણ-દાસજી, કૃષ્ણસ્વરૂપદાસજી, માધવપ્રિયદાસજી કુંજગલી વિ. સંતો સહભાગી
થયા હતા. અલગ અલગ શહેરોમાં જેમ હોળી-ધુળેટી અને કુંજગલી ઉત્સવ મનાવાય છે તેમ સ્વામિનારાયણ
સંપ્રદાયમાં હોળી, ધુળેટી અને એકાદશી મળી ચાર દિવસ ઉત્સવ ઉજવવામાં
આવે છે. શુક્રવાર એકાદશીના દિવસે હરિભક્તો દર્શન માટે એકત્ર થયા હતા. બીજા દિવસે શનિવારે
કુંજગલીના દર્શ યોજીને વૃંદાવનની યાદ તાજી કરાઇ હતી.