• સોમવાર, 02 માર્ચ, 2026

મુંદરાનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

ભુજ, તા. 1 :  લુણી પાસે મુંદરાના શખ્સને ગાંજાના જથ્થા સાથે એસઓજીએ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. તા.1/3ના મધ્યરાતે એસઓજીની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે લુણી પાસે મુંદરા બાજુથી આવતી સ્પેલ્ડર બાઈક નંબર જીજે-12-ઈઆર-0088વાળા ગફુર સિધિક ગાધ (રહે. વિદ્યુત વિહાર સોસાયટી, મુંદરા)ને રોકાવી તલાશી લેતાં તેની પાસેથી માદક પદાર્થ ગાંજો 180 ગ્રામ કિં.રૂા. 9000 મળી આવ્યો હતો. આ ગાંજો તે અંજારથી અજાણ્યા બે શખ્સ પાસેથી લાવ્યાનું જણાવ્યું હતું. નવ હજારનો ગાંજો, 50 હજારની બાઈક, પાંચ હજારના મોબાઈલ, બસ્સો રોકડા સહિત રૂા. 64,200ના મુદ્દામાલ સાથે ઝડપી મુંદરા મરીન પોલીસ મથકે ત્રણે વિરુદ્ધ એનડીપીએસ એકટ તળે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. 

Panchang

dd