ભુજ, તા. 1 : ગઇકાલે સાંજે ખાવડામાં સ્કોર્પિયો
ગાડીમાંથી શરાબની 37 બોટલ સાથે
શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. ગઇકાલે સાંજે બાતમીના પગલે ખાવડા પોલીસે ખાવડાના સોલારીસ
ગેસ્ટ હાઉસ પાસે આવેલી સ્કોર્પિયો ગાડી નં. આરજે-19-યુડી-1805ને રોકાવી
તલાશી લેતાં તેમાંથી વ્હીસ્કીની 37 બોટલ કિં.
રૂા. 27,500 મળી આવી હતી. આઠ લાખની ગાડી
અને 10 હજારના મોબાઇલ સહિતના મુદ્દામાલ
સાથે આરોપી ચંદારામ કરનારામ (રહે. હાલ આર.ઇ. પાર્ક,
મૂળ જોધપુર-રાજસ્થાન)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. - રોહા-તળેટીમાંથી શરાબની બોટલ
સાથે શખ્સ પકડાયો : નખત્રાણા
પોલીસે ગઇકાલે રાત્રે બાતમીના પગલે રોહા-તળેટીમાં રોહા પાટિયા પાસે દારૂ વેચતા મહેન્દ્રસિંહ
રતનજી જાડેજા (રહે. સુખસાણ, તા. નખત્રાણા)ને
અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કીની 17 બોટલ કિં. રૂા. 12,404ના શરાબ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.