ભુજ, તા. 1 : ખાવડાના આર.ઈ. પાર્કની એક ખાનગી
કંપનીની સોલાર પ્લેટમાં લાગેલા વાયર જેની કિં.રૂા. 1.50 લાખની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ છે. આજે ખાવડા પોલીસ મથકે ખાનગી
સિક્યુરિટી કંપનીના સુપરવાઈઝરે નોંધાવેલી ફરિયાદ મુજબ આર.ઈ. પાર્કમાં સ્ટ્રલિંગ વિલ્સન
કંપનીના અલગ-અલગ બ્લોકમાં સોલાર પ્લેટમાં લાગેલા કોપર વાયર જેની કિં.રૂા. 1,50,000ની ગત તા. 23/2ના કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી
કરી ગયા છે. સિક્યુરિટીએ આજુબાજુ તપાસ કરતાં આ વાયર ન મળતાં ફરિયાદ નોંધાવી છે.