• સોમવાર, 02 માર્ચ, 2026

ગાંધીધામમાં આંકડો લેતો પન્ટર ઝડપાયો

ગાંધીધામ, તા. 1 : શહેરના નવી સુંદરપુરી નજીક જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા એક શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂપિયા જપ્ત કર્યા હતા. શહેરના સુંદરપુરી નજીક દ્વારકા ફર્નિચર નજીક એક શખ્સ જાહેરમાં લોકો પાસેથી આંકડો લઈ રહ્યો હતો. તેવામાં ગઈકાલે રાત્રે અચાનક પોલીસ અહીં આવી પહોંચી હતી અને નવી સુંદપુરીના શરીફ ઉર્ફે સલમાન ઈકબાલખાન પઠાણ નામના શખ્સને પકડી પાડયો હતો. લોકો પાસેથી આંકડો લેતા આ આરોપી પાસેથી રોકડ રૂા. 1780 તથા આંકડાનું સાહિત્ય જપ્ત કરાયું હતું. આ શખ્સ ઉપર કોને લખાવતો હતો તે પોલીસ જાણી શકી ન હતી. 

Panchang

dd