ભુજ, તા. 24 : તાજેતરમાં
કે એસ. આર. ગ્રુપ આદિપુર દ્વારા આદિપુર તોલાણી આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજમાં ઓપન
કચ્છ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો
હતો. ચેસ સ્પર્ધામાં ભુજ પોલીસ ખાતામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સંજય
વેલજીભાઇ દાવડા એક પણ રાઉન્ડ હાર્યા વગર સંયુક્ત વિજેતા રહ્યા હતા. શ્રી દાવડા 36મીવાર
ઓપન કચ્છ ચેસ સ્પર્ધા ચેમ્પિયન બન્યા છે. આઈજીપી ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક પશ્ચિમ
કચ્છ વિકાસ સુંડા, ડીવાયએસપી ક્રિશ્ચન, રિઝર્વ પોલિસ ઇન્સ્પેક્ટર મુખ્ય મથક રમેશ જાસિંગ રાતળાએ તેમને બિરદાવ્યા
હતા.