• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

ઈસરોએ ફરી રચ્યો ઈતિહાસ 6100 કિલોનો ઉપગ્રહ લોન્ચ

શ્રીહરિકોટા, તા. 24 : ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો)એ બુધવારની સવારે પોતાનાં સૌથી શક્તિશાળી રોકેટ એલવીએમ-3ની મદદથી અમેરિકી સંચાર ઉપગ્રહ છોડીને અવકાશ જગતમાં ઈતિહાસ રચતાં વધુ એકવાર દુનિયાને પોતાની તાકાતની પ્રતીતિ કરાવી હતી. અમેરિકી ઉપગ્રહ બ્લૂબર્ડ બ્લોક-2 6100 કિલોગ્રામ વજન ધરાવે છે, જે ભારતમાંથી છોડાયેલો અત્યાર સુધીનો સૌથી ભારે વજનવાળો ઉપગ્રહ છે. ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને આ ઘટનાને દેશ માટે સૌથી મોટી ઉપલબ્ધિ લેખાવી હતી. આ ઉપગ્રહથી ધરતી પર કોઈ પણ ખૂણેથી ટાવર વિના વોઈસકોલ, વીડિયોકોલ, મેસેજિંગ, સ્ટ્રીમિંગ અને ડેટા સુવિધાઓ મળી શકશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી બાહુબલિ રોકેટે અમેરિકી ઉપગ્રહ સાથે ઉડાન ભરી હતી. બ્લૂબર્ડ બ્લોક-2 જે એલવીએમ-3 એમજી રોકેટથી લોન્ચ કરાયો તેનું વજન 640 ટન છે. આ ભારતનું સૌથી ભારી લોન્ચ વ્હિકલ છે. સામાન્ય સ્માર્ટ ફોન સુધી સીધી હાઈસ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડવાના હેતુ સાથે અમેરિકી ઉપગ્રહ બનાવાયો છે. આજે સવારે 8 અને 54 મિનિટે ઉડાન ભર્યાની 15 મિનિટ બાદ અમેરિકી ઉપગ્રહ રોકેટથી અલગ થયો હતો.

Panchang

dd