• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

બાંગલાદેશમાં પેટ્રોલ બોમ્બ ફેંકાતાં યુવકનું મોત

નવી દિલ્હી, તા. 24 : હિંસાગ્રસ્ત બાંગલાદેશમાં ક્રિસમસ પહેલાં રાજધાની ઢાકામાં બુધવારે કોઈ અસામાજિક તત્ત્વોએ પેટ્રોલ બોમ્બથી કરેલા હુમલામાં એક યુવકનું મોત થયું હતું. એક મીડિયા હેવાલ મુજબ, ઢાકાની મોઘબજારમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ પેટ્રોલ બોમ્બથી ધડાકો કરતાં તેમાં સૈફુલ સિયામ નામના શખ્સનું મોત થયું હતું. સાંજના સમયે બનેલી આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું હતું કે, મૃતક સૈફુલ કોઈ દુકાનમાં કંઈક લેવા આવ્યો હતો, ત્યારે જ ધડાકો થયો હતો. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશનર મસૂદ આલમે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, ફ્લાયઓવરથી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જો કે, તેની પાછળનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ફેંકાયેલો પેટ્રોલ બોમ્બ સીધો સૈફુલ પર જ પડયો હતો, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સીસીટીવી ફૂટેજની તપાસ ચાલુ હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.

Panchang

dd