રાંચી, તા. 24 : વિજય
હઝારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ફક્ત 36 દડામાં
અને બિહારના કપ્તાન સકીબુલ ગનીએ માત્ર 32 દડામાં ઝંઝાવાતી સદી ફટકારીને
વિક્રમોની હારમાળા રચી છે. આથી બિહાર ટીમે પ0 ઓવરમાં 6 વિકેટે
પ74 રનનો
વિશ્વ વિક્રમી સ્કોર બનાવ્યો હતો. 14 વર્ષ અને 272 દિવસની
ઉંમરે લિસ્ટ એ ક્રિકેટમાં સદી કરનારો વૈભવ સૂર્યવંશી વિશ્વનો સૌથી યુવા ખેલાડી
બન્યો છે. તેણે અરુણાચલ પ્રદેશ સામેના વિજય હઝારે ટ્રોફી મેચમાં 36 દડામાં
સદી ફટકારી સનસનાટી ફેલાવી દીધી હતી. આ પછી સૂર્યવંશીએ 64 દડામાં
1પ0 રન પૂરા
કરીને દ. આફ્રિકાના દિગ્ગજ બેટધર એબી ડિ'વિલિયર્સનો રેકોર્ડ તોડયો હતો. તેણે 201પમાં
વેસ્ટ ઇન્ડિઝ સામે 64 દડામાં 1પ0 રન કર્યા હતા. વૈભવ સૂર્યવંશી
રનનો ધોધ વહાવીને 190 રને આઉટ થયો હતો. તેણે 84 દડાની
ઇનિંગમાં 16 ચોગ્ગા અને 1પ છગ્ગા ફટકાર્યા હતા. વૈભવની 36 દડામાં
સદી પછી બિહારના 26 વર્ષીય કપ્તાન સકીબુલ ગનીએ મેદાન પર રનની સુનામી સર્જી હતી.
તેણે 32 દડામાં સદી ફટકારી હાહાકાર મચાવ્યો હતો. તે લિસ્ટ એ
ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઓછા દડામાં સદી કરનારો બેટધર બની ગયો હતો. સકીબુલ ગનીએ
40 દડામાં
10 ચોગ્ગા
અને 12 છગ્ગાથી 128 રનની વિક્રમી ઇનિંગ રમી હતી.
બિહાર તરફથી આ સિવાય આયુષ લોહારૂકાએ પ6 દડામાં 11 ચોગ્ગા-8 છગ્ગાથી
116 રન
કર્યા હતા. આથી અરુણાચલ પ્રદેશ સામે બિહાર ટીમના પ0 ઓવરમાં 6 વિકેટે
પ74 રન
થયા હતા અને નવો વિશ્વ વિક્રમ બન્યો હતો. બાદમાં અરુણાચલ પ્રદેશ ટીમ 177 રને
ઓલઆઉટ થઈ હતી. આથી બિહારનો 397 રને વિક્રમી વિજય થયો હતો.