• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

ભુજની જોડિયા બહેનો કરાટેની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ઝળકી

ભુજ, તા. 24 : અમદાવાદ મધ્યે આયોજિત સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયનશિપમાં ભુજની બે જોડિયા બહેનોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી બે મેડલ જીત્યા હતા. સીતાં-રયુ સ્પોર્ટ્સ કરાટે એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ ખાતે આવેલી લક્ષ્ય સ્કૂલમાં યોજાયેલી આ સ્પર્ધામાં 400થી વધુ છાત્રએ ભાગ લીધો હતો. ભુજના સ્પર્ધકો પૈકી 10 વર્ષની જોડિયા બહેનોમાં ડિન્સા હાર્દિક સૈયાએ કાતા અને કુમિતે એ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ડેઇઝી હાર્દિક સૈયાએ કુમિતે અને કાતા બંનેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બંને બહેન કોચ ધવલ સોની પાસે કરાટેનું શિક્ષણ લઈ રહી છે. મૂળ મુંદરા તાલુકાનાં ગેલડા ગામનો વતની એવો તેમનો પરિવાર હાલ ભુજમાં ફોટોગ્રાફી લેમિનેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ બંને દીકરીની સિદ્ધિને સૈયા પરિવારના હિરાલાલભાઈ મોરારજી, ફોટોગ્રાફિક સોસાયટી ઓફ કચ્છના પ્રમુખ પ્રકાશ ગાંધી અને ભુજ કવીઓ જૈન મહાજનના પ્રમુખ જિગર છેડાએ બિરદાવી અભિનંદન પાઠવ્યાં છે.

Panchang

dd