• ગુરુવાર, 25 ડિસેમ્બર, 2025

એપસ્ટીન : ટ્રમ્પ પર દુષ્કર્મનો આરોપ

વોશિંગ્ટન, તા. 24 : અમેરિકાના યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનની ફાઈલોમાં થયેલા ધડાકાઓમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર દુષ્કર્મનો આરોપ મૂકાતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ગઈકાલે મંગળવારની મોડી રાત્રે આ મામલા સાથે જોડાયેલા 30 હજાર પાનાના નવા દસ્તાવેજ જારી કરાયા હતા. અમેરિકી ન્યાય વિભાગે ટ્રમ્પનો બચાવ કરતાં કહ્યું હતું કે, આ આરોપ પુરાવા વિનાના છે. એટલે સાચા  ન માનવા જોઈએ. નવા દસ્તાવેજમાં એક મહિલાનો દાવો સામેલ છે કે, ટ્રમ્પ અને એપસ્ટીન બંનેએ તેની સાથે બદકામ કર્યું હતું. આરોપ મૂકનાર મહિલાનું પાછળથી ગોળી વાગતાં ભેદી મોત થઈ ગયું હતું. આ દસ્તાવેજોમાં ક્યાંય એવું નથી લખાયું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોઈ અપરાધના આરોપી માનવામાં આવ્યા હોય અથવા તેમની સામે કોઈ તપાસ ચાલતી હોય, તેવું અમેરિકી સરકારે જણાવ્યું હતું. અમેરિકાના ન્યાય વિભાગે જણાવ્યું હતું કે, ટ્રમ્પ અને એપસ્ટીન વચ્ચે પરિચય હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે, ટ્રમ્પ કોઈ અપરાધમાં સામેલ હતા. બીજીતરફ વિપક્ષી ડેમોક્રેટ નેતાઓએ કહ્યું હતું કે, આ ફાઈલોથી ટ્રમ્પ અને એપસ્ટીનના સંબંધો પર સવાલ ઊભો થાય છે. ડેમોક્રેટ નેતાઓએ ન્યાય વિભાગ પર સત્ય છુપાવવાનો આરોપ મૂક્યો હતો. આ ફાઈલોમાં ટ્રમ્પના નામનો સેંકડોવાર ઉલ્લેખ છે. એક દસ્તાવેજ નોંધ છે કે, 1993થી 1996 વચ્ચે ટ્રમ્પે એપસ્ટીનનાં ખાનગી વિમાનથી આઠવાર ઉડાન ભરી હતી.

Panchang

dd