• શનિવાર, 27 જુલાઈ, 2024

માંડવીમાં મહિલાઓને સર્વાઈકલ કેન્સરની રસી નિ:શુલ્ક અપાઈ

માંડવી, તા. 6 : અહીંના લોહાણા મહાજન દ્વારા સર્વાઈકલ કેન્સરની વેક્સિનનો પ્રથમ ડોઝ જ્ઞાતિની દરેક દીકરીઓ/બહેનોને નિ:શુલ્ક અપાયો હતો. કાર્યક્રમમાં માંડવી લોહાણા મહાજનના ઉપપ્રમુખ દિલીપ ઠક્કર, મંત્રી પ્રવીણ પોપટે દાતઓ ચંદ્રકાંત ચોથાણી, અરૂણ ગંધા, પ્રમુખ શૈલેશ મડિયાર, જિતેન્દ્ર બાવડ, અનંત તન્ના, શાંતિલાલ ગણાત્રા, માંડવી લોહાણા મહિલા મંડળ તેમજ પ્રતાપભાઈ ચોથાણીનો આભાર વ્યક્ત કર્યો. રસીકરણના કાર્યક્રમમાં ડો. પુલિન વસા, ડો. ચિંતન સચદે, ડો. ચાર્મી પવાણીની સેવાને મહાજનની મેડિકલ સમિતિના અશોક ઠક્કરે બિરદાવી હતી. સંચાલન પ્રોજેક્ટ ચેરમેન હાર્દિક રાયચંદા, સ્વાગત પ્રવચન મેડિકલ સમિતિના નિહિત ભીંડે તેમજ આભારવિધિ ભાવિન ગણાત્રાએ કરી હતી. વ્યવસ્થા મહિલા પ્રોજેક્ટ ચેરપર્સન જાગૃતિબેન ભીંડે, હેતલબેન ગણાત્રા, અલ્પાબેન રાયચંદા, શ્વેતાબેન ગણાત્રા, દેવાંગીબેન સચદેએ સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માંડવી લોહાણા મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશ કતિરા, સહમંત્રી ધર્મેન્દ્ર કોટક, ખજાનચી હિતેશ સોમૈયા, સહખજાનચી સુરેશ ઠક્કર, સલાહકાર સમિતિના કિશોર ભીંડે, નિમેશ ચંદારાણા, હિતેશ આથા, અનિલ તન્ના, મૂલેશ ઠક્કર, જિગર કોટક, વિજય ગંધા, કિર્તી ચંદે, મહિલા મંડળના પ્રમુખ જયાબેન ગણાત્રા, મંત્રી પ્રીતિબેન આથા, યુવક મંડળની મેનેજમેન્ટ સમિતિના સ્મિત ઠક્કર, બ્રિજેશ રાયચંદા, જિગ્નેશ ગણાત્રાએ જહેમત ઉઠાવી હતી. ડો. પુનિત ખત્રી, ડો. શોભનાબેન ત્રિવેદી તેમજ ડો. પુલિન વસાએ લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું. સિરમ ઈન્સ્ટિટયૂટના જયપ્રકાશ કલ્યાણી, સિવિલ હોસ્પિટલના પાસવાન, અનેરી દવે, પ્રેષિતા ફોફિંડીએ ટેકનિકલ સહકાર પૂરો પાડયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang