• રવિવાર, 01 નવેમ્બર, 2026

ગાંધીધામ મનપા કચેરી પાસે જ ધ્રુજારી રોડ

ગાંધીધામ, તા. 31 ગાંધીધામ કોર્પોરેશન કચેરીની પાસે અગ્રેસન ભવનની બાજુમાં કોન્ટ્રાક્ટર પેવર બ્લોકનો ધ્રુજારીવાળો રોડ બનાવતા સત્તાધીશોને ધ્રુજારી આવી છે. આ માર્ગને લઈને રમુજ ફેલાઇ  છે. કચેરીમાં કોર્પોરેટરોને અંદરો અંદરની ચર્ચામાં ટીખડ પણ કરતા અધિકારીઓ બધાને આ માર્ગ બાબતે સંજ્ઞાન છે તેમ છતાં પગલા ભરવામાં ન આવતા સવાલો ઉઠી રહ્યા છે તો બીજી તરફ હાલના સમયે એક એજન્સી જોડિયા શહેરોમાં ડામરના પેચ વર્ક કરે છે. તેમાં ડામરની ગુણવત્તા બાબતે પણ સવાલો ઊભા થયા છે જો નમૂના લઈને તપાસ કરવામાં આવે તો આખું સત્ય બહાર આવે તેવુ છે.  ગાંધીધામમાં આઉટસોર્સના ઇજનેરો હેઠળ થતા કામો નબળી ગુણવત્તાના થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો વારંવાર થયા છે પરંતુ સિટી ઈજનેર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી પરિણામે કોન્ટ્રાક્ટર મનસ્વી રીતે કામો કરી રહ્યા છે. કોર્પોરેશનની બાજુમાં એક એજન્સી એ પેવર બ્લોકનો માર્ગ બનાવ્યો છે. આ લેવલ વગરના માર્ગ ઉપરથી બાઈક લઈને પસાર થાવ ત્યારે વાહન ધ્રૂજે છે. મનસ્વી રીતે કામ થયું છે. ગુણવત્તા સાથે બાંધછોડ થઈ હોવાના ગંભીર આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને હવે તો હું ખુદ કોર્પોરેટરો પણ આક્ષેપો કરે છે. પ્રથમ વાઇબ્રેટ રોડનું નિર્માણ થયું હોય તેમ બાઇક લઈને પસાર થાવ એટલે ધ્રુજારી આવે છે ગુણવત્તા સામે સવાલો છે ઉચ્ચ સત્તાધીશના કહેવા મુજબ આ એજન્સીને રોડ રસ્તાના કામો કરતા આવડતા જ નથી પરંતુ નીચું ટેન્ડર ભરીને કામ મેળવે છે તેના કારણે તેને કામ મળે છે અને પછી ગુણવત્તા જાળવવામાં આવતી નથી આ બાબતે મયંક શાહનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમણે તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.  છેલ્લા છ થી આઠ મહિના દરમિયાન જેટલા પણ પેપર બ્લોકના માર્ગો બન્યા છે તેમાં એક પણ રોડમાં લેવલની અને ગુણવત્તાની જાળવણી થઈ નથી તેવા ગંભીર આક્ષેપો છે ખરેખર શહેરના હિત માટે તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટરોને એજન્સીઓ સામે પગલાં ભરવા જોઈ તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે બીજી તરફ હાલના સમયે એક એજન્સી ડામરના માર્ગો ઉપર પેચ વર્કનું કામ કરે છે તેમાં ડામરની ગુણવત્તા જળવાતી નથી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સિટી ઇજનેર તથા નાયબ મ્યુનિસિપલ બાંધકામ સમિતિના ચેરમેન આ બાબતે તપાસ કરે નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલે અને ગુણવત્તાની ચકાસણી પછી જો તેમાં કોઈ બાંધ છોડ થયું હોય તો સંબંધિત એજન્સી અને કોન્ટ્રાક્ટ સામે પગલાં ભરે તેવી માંગ શહેરના જાગૃત નાગરિકો કરી રહ્યા છે. - એરપોર્ટ રોડ ઉપરના બ્લોક બેસી ગયા  : ટાગોર રોડ થી રાજવી ફાટક તરફ જતા એરપોર્ટ રોડના સર્વિસ રોડ ઉપરના બ્લોક બેસી ગયા છે લગભગ સાડા 10 કરોડના આ માર્ગમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી પેવર બ્લોક નાખવામાં આવ્યા છે તે અનેક જગ્યાઓ પર બેસી ગયા છે વ્યાપક ફરિયાદો છે પરંતુ મહાનગરપાલિકાના જવાબદારો દ્વારા એજન્સી વિરુદ્ધ પગલા ભરવાની હિંમત નથી તેવા ગંભીર આક્ષેપો જાગૃત નાગરિકો દ્વારા થઈ રહ્યા છે લોકોના હિતાર્થે જો નબળી ગુણવત્તાના કામ થતા હોય તો પગલા ભરવાની જવાબદારી પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની છે પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આ જવાબદારો સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd