નવી દિલ્હી, તા. 31 : ભારતની મહિલા
કબડ્ડી ટીમે કેપ્ટન નિધિ શર્માના નેતૃત્વ હેઠળ ફાઇનલમાં યુગાન્ડાને 35-15થી હરાવીને પ્રથમ કોમલવેલ્થ
કબડ્ડી ચેમ્પિયનશિપ જીતી હતી. સાક્ષીએ નવ રેડ પોઇન્ટ સાથે સૌથી વધુ સ્કોર કયો હતો.
ભારતવતી રમતાં સાક્ષીએ 10 રેડ પોઇન્ટમાંથી
નવ રેડ પોઇન્ટ મેળવીને મહત્ત્વનો ફાળો નોંધાવ્યો હતો, જેમાં બે બોનસ પોઇન્ટનો પણ સમાવેશ થાય છે. આ
પૈકી સાત પોઇન્ટ પહેલા હાફમાં આવ્યા હતા, ત્યારે તે તમામ છ રેડમાં
સફળ રહી હતી. આ ચેમ્પિયનશિપ મેળવવા અનુએ છ રેડ પોઇન્ટ અને કેપ્ટન નિધિએ પાંચ પોઇન્ટનો
ઉમેરો કર્યો હતો, જેમાં ત્રણ બોનસ પોઇન્ટ પણ મળ્યા હતા. રિતુ
અને સુમને ચાર ટેકલ પોઇન્ટ સાથે ભારતને મજબૂત બનાવ્યું હતું. આ સાથે ભારતે 20 રેડ પોઇન્ટ અને 10 ટેકલ પોઇન્ટ બનાવ્યા હતા. ભારતની
મહિલા કબડ્ડી ટીમના યુગાનડા સામે થયેલા મુકાબલામાં ભારતીય ટીમનો ભાગ બનનારી કચ્છ -ગુજરાતના
મોટા ભાડિયા ગામની ખેલાડી સભાઈ ગઢવીએ ઈતિહાસ સર્જવા સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
બીજી બાજુ યુગાન્ડા વતી નાકાયેંગો શિરાતે ભારત વિરુદ્ધ આક્રમક દેખાવ કર્યો હતો. તેણે
35 રેડમાંથી 24 પોઇન્ટ બનાવ્યા હતા. ભારતે
પ્રથમ હાફની 10 મિનિટ બાકી હતી, ત્યારે 7-3થી આગળ રહીને ગોલ કર્યો હતો.
ભારતે યુગાન્ડાને 15-4થી હરાવ્યું
હતું, જેમાં એક ઓલઆઉટનો પણ સમાવેશ થાય છે.