• રવિવાર, 01 નવેમ્બર, 2026

અબડાસાનું બીટા ગામ ગંદકી અને પાણીની સમસ્યાથી ત્રસ્ત

નલિયા,તા 31 : અબડાસા તાલુકાના બીટા ગામમાં ગંદકી અને પીવાના પાણીની વિકટ સમસ્યાને કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ગામમાં કચરાના નિકાલ માટે ફાળવાયેલું વાહન લાંબા સમયથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું હોવાથી કચરો ઉપાડવામાં આવતો નથી. જેના પરિણામે ગામના માર્ગો પર ગંદકીના ગંજ ખડકાયા છે અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીનું વિતરણ પણ અનિયમિત બનતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્ર દ્વારા બંધ પડેલું સફાઈ વાહન તુરંત શરૂ કરાવી ગામમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાય અને પીવાનું પાણી નિયમિત કરવામાં આવે તેવી ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ ઉગ્ર માંગ કરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd