• રવિવાર, 01 નવેમ્બર, 2026

બ્લડી હીરોસ એપમાં કચ્છની તમામ બ્લડબેન્કની વિગતો ઉપલબ્ધ

અંજાર, તા. 31 :  કટોકટીની પળમાં  લોહીની જરૂરિયાત તાત્કાલીક પુરી  થાય અંજારમાં રેડક્રોસ દ્વારા બ્લડ બેન્ક શરૂ કરાઈ હતી. આ કાર્યક્રમની સાથે સાથે સમગ્ર કચ્છ જિલ્લાના કોઈપણ ખૂંણે વસતા જરૂરિયાતમંદ દર્દીને ક્ષણભરમાં મદદ મળી રહે તેવા ઉમદા હેતુથી રેડક્રોસ એક વિશેષ મોબાઈલ એપ્લિકેશન  બ્લડી હીરો પણ લોન્ચ કરવામાં આવી હતી. ડેની ભાઈ શાહના આર્થિક સહયોગથી તૈયાર કરાયેલી એપનું જિલ્લા  ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદના હસ્તે લોકાર્પણ કરાયું હતું  દેવજીભાઈ એ  રકતદાનનું મહત્ત્વ સમજાવી કચ્છના દરેક નાગરિકના મોબાઈલમાં આ એપ હોવી અનિવાર્ય  હોવાનું કહ્યુ હતું.  ડેનીભાઈ શાહએ આ એપની ઉપયોગીતા વિષે જણાવતા કહ્યું કે  રક્તની જરૂરિયાત કહીને નથી આવતી, એવે સમય રક્તદાતા શોધવા માટે કચ્છના રક્તદાતાઓને મોબાઈલ એપ દ્વારા જોડતી આ પહેલ થી સમગ્ર કચ્છના રક્તદાતાઓ હવે એક પ્લેટફોર્મ પર આવી જશે, આ એપમાંથી જ રક્તદાતાનો સીધો ફોન કોલ કે વોટ્સએપ દ્વારા સંપર્ક કરી શકાશે સમગ્ર કચ્છમાં આવેલી તમામ માન્ય બ્લડ બેંકોના સચોટ લોકેશન અને કોન્ટેક્ટ નંબર પણ આપાયા છે મોબાઈલ એપ્લિકેશનનું નિર્માણ અંજારના એન્જિનિયર દેવ દક્ષિણી દ્વારા કરવામાં આવ્યુંછે. રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા સાબિત કર્યા બાદ, તેમણે પોતાની ટેકનોલોજીકલ કુશળતાનો ઉપયોગ પોતાના વતન કચ્છના લોકોનો જીવ બચાવવા માટે નિ:સ્વાર્થ ભાવે કર્યો  છે. જે  સમગ્ર અંજાર માટે ગૌરવની વાત છે. આ એપ બાબત દેવ દક્ષિણીએ જણાવ્યું કે બ્લડી હીરોસ નામ ખાસ કરીને યુવાપેઢી અને જેન ઝી ને આકર્ષવા માટે પસંદ કરાયું છે, જેથી રક્તદાન માત્ર ફરજ નહીં પણ એક ગર્વ બની રહે. વધુ માં તેમણે જણાવ્યું કે સેવા અને ટેકનોલોજીના સંગમથી અમારો એક જ સંકલ્પ છે, સમગ્ર કચ્છમાં ઇમરજન્સીના સમયે એક પણ જીવ રક્તના અભાવે જોખમમાં ન મુકાવો જોઈએ. દરમિયાનવિનોદભાઈ ચાવડા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છના ચેરમેન ધવલભાઈ આચાર્ય, અંજાર તાલુકા બ્રાન્ચ ચેરમેન વસંતભાઈ કોડરાણી તથા વાઇસ ચેરમેન યોગેશભાઈ ગજ્જર વગેરેએ કચ્છના યુવાનોને આ જીવનરક્ષક એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અને રક્તદાતા તરીકે જોડાઈ માનવસેવામાં સહભાગી બનવા ભારપૂર્વક અપીલ કરી હતી. |||.બહજ્ઞજ્ઞમુવયજ્ઞિયત.શક્ષ ઉપર  નોંધણી કરાવવા અને એપ ડાઉનલોડ કરાવવા જણાવાયું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd